________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
મૂરિ શિષ્ય સંવાદ.
૪૦૩ શિષ્ય-દ્રષ્ટાંત સાથે એ ચારે ધ્યાનનું રહસ્ય સમજાવશે ?
સૂરિ—તીર્થકર ભગવાનનું જેવું રૂપ છે તેવા રૂપનું આલંબન લઈને જે ભગવાનનું હર્ષથી ધ્યાન કરવું તે રૂપસ્થ કહેવાય છે. વિદ્યામાં, મંત્રમાં, ગુરૂની કે દેવની સ્તુતીમાં અને બીજી પણ પવિત્ર વસ્તુની સ્તુતીમાં જે ધ્યાન ધરવામાં આવે તેને પદસ્થ ધ્યાન કહેવામાં આવે છે, તેમાં વિવિધ હેતુઓને અર્થે પદના કે મંત્રના અક્ષરે જુદા જુદા વર્ગમાં ચિંતવવાના હોય છે. ઉદાહરણાર્થ–સ્તંભન કરવું હોય તે મંગાક્ષર સેના સરખા પીળા, વશીકરણ કરવું હોય તે રાતા, કેઈને લેભ પમાડ હેય તે પરવાળા સરખા ગુલાબી રંગના, મારણ કરવું હોય તે કાળા, ઠેષ ઉપજાવવો હોય તે ધુમાડા જેવા રંગના, શાંતિ પ્રસરાવવી હોય તે ચંદ્રમા સરખા સફેદ અને આકર્ષણ કરવું હોય તે રાતા રંગના માક્ષરો ચિંતવવા એવો નિયમ છે. પરંતુ હું એક વાર્તાલાપ દરમીયાન તમને કહી ચુ છું કે મારણની કે ઉદ્વેગ ફેલાવવાની સાધના એ બહુજ હલકા પ્રકારની છે અને તે તેના સાધકને ઉંડી અધોગતિએ લઈ જાય છે. ભૂલે ચુકે પણ એવી મલીન સાધનાના પાશમાં ન ફસાવું. તન્મય ભાવથી શુદ્ધ એવું જે કાંઈ શરીરમાં દેવતાદિકનું ધ્યાન કરવામાં આવે તેને પિંડસ્થ ધ્યાન કહેવામાં આવે છે.
શિષ્ય–કઈ કઈ સાધક આ સ્થળે કુંભક–રેચક આદિની વિધિ બતાવે છે તે શા માટે ?
For Private And Personal