________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૩૮૫
દૂધ પાવાથી વિષ સિવાય અન્ય કઇ વસ્તુની વૃદ્ધિ થઇ શકે ? જે દાન કપટથી, અહુ કારથી શરમથી કે ઉપકારના બદલે વાળવાને અર્થે દેવાય તે પણ લંગભગ વ્યર્થ જ જાય છે. મેં કહ્યું તેમ એવા દાનમાં કાં તે કીર્ત્તિની લાલસા અથવા વ્યાપારી લાભની વૃત્તિ રહેલી હાય છે. દાન તા વિશુદ્ધ અત:કરણ પૂર્વક, કોઇ પણ પ્રકારના બદલાની ઇચ્છા વિના અને ધર્મ બુદ્ધિથી જ થવુ જોઇએ,
હવે શીલના વિષય લઈએ, જે પુરૂષ હૃદયમાં વૈરાગ્યભાવ આણી સ્ત્રીને એક શૃંખલારૂપ ગણે અને વિષય—ક્રિડાને વિષવત્ માને તે મ્હોટા વિવેકી ગણાય છે. શીલ વૃત્તપાળવાની જીજ્ઞાસાવાળાઓએ પરમ વિવેકના ચક્ષુ ઉઘાડી સ્ત્રી– પુરૂષની યથાર્થ રચના વિચારી બ્રહ્મચર્યનું પાલન કરવાને ઉદ્યમશીલ થવુ જોઇએ. ત્યાગી અને સંયમી મુનિવરો આજીવન એ વૃત્તનું પાલન કરે છે. તેમની વાત એક બાજુએ રહેવા દઈએ તે પણ આ લાકમાં તથા પરલાકમાં સુખી થવા ઇચ્છતા ગૃહસ્થ માત્ર ઉચિત એવું શીલ વૃત્ત પાળવુ જ જોઇએ.
શિષ્ય-ગૃહસ્થા શી રીતે શીલ વૃત્ત પાળી શકે ? સૂરિ——જે પુરૂષ પોતાની–સ્વસ્રીમાં સંતાષ માની તિર્યંચની, દેવતાની અને ભુવનપતિની સ્ત્રીઓના તથા મનુષ્યમાં પરસ્ત્રીના ત્યાગ કરે તે ગૃહસ્થાચિત શીલવૃત્ત કહેવાય. બુદ્ધિવાન અને સદાચાર પરાયણ સ્ત્રી-પુરૂષાએ આવુ શીલ વૃત્ત
૨૫
For Private And Personal
.