________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ,
૩૮
કોઈનું શરીર કે રૂપ, ધન-ધાન્ય કે કુટુંબ-પરિવાર અજરઅમર રહી શક્યાં છે? જે વસ્તુમાં ક્ષણે ક્ષણે પરિવર્તન થયા કરે છે તેની ઉપર આસક્તિ રાખી બેસી રહેવું એ માનવજીવન રૂપી રત્નને કાચની માફક ફેંકી દેવા બરાબર છે. રાજાની કૃપા, ધન, પ્રીતિ, દેહ, દુર્જન અને આયુષ્ય એટલી વસ્તુ એને વિઘટતાં વાર લાગતી નથી. છતાં જેઓ સંસારના પગલિક વ્યાહમાં ફસાઈ, પાપ-પુણ્યમાં રહેલ પ્રત્યક્ષ ભેદ, જોઈ કે વિચારી શકતા નથી, સદ્ગુરૂને ઉપદેશ સાંભળી તે પ્રમાણે વસ્તી શક્તા નથી તેમની સ્થિતિ ખરેખર શોચનીયદયાજનક છે. સુતેલા માણસે જેવી રીતે ફેગટમાં જ રાત્રી વીતાવી દે છે તેવી રીતે ધર્માચરણ વિનાની–પ્રમાદી જીંદગી ગુજારનાર પિતાના મનુષ્યત્વને ફગટ જ ગુમાવી દે છે. મારે કથિતાશય માત્ર એટલે જ છે કે હરકોઈ પ્રકારે ધર્માચરણ કરવું, ધર્મનું તત્ત્વ સમજવું અને જીવનને ધર્મમય બનાવવું. એટલું કરશો તો પછી ધર્મને પ્રભાવ અનુભવવાને તમારે દૂર નહીં જવું પડે. ધર્મ પતે જ તમને તેને પિતાનો પ્રભાવ બતાવશે.
શિષ્ય–આપ જે ધર્મની આટલી પ્રશંસા કરે છે, તેનું કંઈ સ્વરૂપ કે પ્રકાર વર્ણવશે?
સૂરિ–તે ધર્મને દાન, શીળ, તપસ્યા અને ભાવના એમ ચાર પ્રકાર છે, અને તેથી ક્રમે ક્રમે મુક્તિ પણ પ્રાપ્ત કરી. શકાય છે. દાન શીલ, તપ અને ભાવ વિના ધર્મ કેવા પ્રકારનો
For Private And Personal