________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ,
૩૫૧ સૂરિ–વૃશ્ચિક, સિંહ, વૃષ તથા કુંભ એ ચાર રાશીઓ ચન્દ્ર સ્વરની ગણાય છે. તે વખતે સ્થિર કાર્યો કર્યા હોય તે ઉત્તમ ફળ પ્રાપ્ત થાય. કર્ક, મકર, તુલ, તથા મેષ એ ચાર રાશી સૂર્ય સ્વરની ગણાય છે. તે વખતે ચર કાર્યો કર્યા હોય તે લાભદાયક થાય. મીન, મિથુન, ધન અને કન્યા એ ચાર સુષુમ્નાની દ્વિસ્વભાવ લગ્ન રાશી ગણાય છે, તે વખતે કાર્ય કરવાથી ઉલટી હાનિ થાય. બાર રાશી ઉપરથી બાર મહિના પણ સમજી લેવા. અર્થાત્ સંક્રાતિ પ્રમાણે સૂર્ય, ચંદ્ર તથા સુષુમ્માને નિર્ણય થઈ શકે. " શિષ્ય–પ્રશ્ન વિચારની સાથે સ્વરશાસ્ત્રને શો સંબંધ
સૂરિ–જે કઈ માણસ પિતાના કેઈ કાને અંગે પ્રશ્ન કરવા આવે અને તે સમયે તે આપણી સામે, ડાબી બાજુએ અથવા ઉચે રહે તેમજ આપણે ચંદ્રસ્વર ચાલતું હોય તે કહી દેવું જોઈએ કે–જા, તારું કાર્ય સિદ્ધ થશે. જે આપણી નીચે, પાછળ અથવા જમણી બાજુ ઉભું રહી પ્રશ્ન કરે અને તે વખતે આપણે સૂર્ય સ્વર ચાલતો હોય તો પણ કહી દેવું કે–તારું કાર્ય સિદ્ધ થશે. જો કે જમણી તરફ ઉભે રહી પ્રશ્ન કરે અને તે વખતે આપણે સૂર્ય સ્વર ચાલતું હોય તથા લગ્ન, વાર અને તિથિ એ બધાનો યોગ મળી રહે તે કહેવું કે તારું કાર્ય અવશ્યમેવ સિદ્ધિ પ્રાપ્ત કરશે.” આ સ્થળે એક વાત સ્મરણમાં રાખવાની છે. મંગળ, શનિ અને રવિ
For Private And Personal