________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. રકાર રહે, કૃતન માણસ તરફથી ઉપકારની અશિા રાખે અને દુષ્ટ રાજા પાસેથી ન્યાય મેળવવાની ઈચ્છા રાખે તે પિતાની ચઢતી આ ભવમાં તો કદિ પણ કરી શકે નહી. જે વેપારી, દાણને બચાવ કરવા ચોર માગે બંધ ખેડવા જાય, જે માણસ ભજનના અવસરે કોધે ભરાઇ રીસ કરે અને પિતાના કુળના મદથી ચાકરી કરવામાં શરમ જેવું સમજે, એવા મંદમતી. મનુષ્ય પણ સંસારમાં સુખી થઈ શક્તા નથી. જે કીમીયામાં ધન ખે, જે રસાયણ ઉપર અનહદ પ્રીતિ રાખે, તથા પરીક્ષાને માટે ઝેર ખાતાં પણ વિચાર ન કરે તે મનુષ્ય હાથે કરીને અનર્થને આમંત્રણ આપે છે એમ કહીએ તે ખોટું નથી. જે પિતાની છાની વાત કહીને પરવશ થાય, જે કુકર્મ કરીને પિતાના ચાકરને ડર રાખે તથા જે કોધના આવેશમાં આવી અકાર્ય કરી નાખે તે ત્રણે જાતના પુરૂષે કાયમને માટે અપયશના સ્થાનક જેવા બની જાય છે. જે માણસ ગુણને અભ્યાસ કરવામાં ક્ષણ માત્ર પણ રૂચી ન કરે, એથી ઉલટું જે દેષ કાઢવામાં ઘણી ઉત્કંઠા રાખે તથા જે ઘણું ખોઈને થડાની રક્ષા કરે તેવા માણસે લક્ષ્મીદેવીની કૃપા મેળવી શક્તા નથી, એટલે લક્ષ્મી હોય તે પણ ક્રમે ક્રમે ચાલી જાય છે. જે રેગી હોવા છતાં પરહેજ ન રાખે, શીખામણ દેવા આવે તેની ઉપર ક્રોધ કરે, રેગી નહીં હોવા છતાં હેમથી દવાઓ ખાધા કરે તે આરોગ્ય અને ધનથી ખુવાર થઈ, મૃત્યુ પામે એ નિઃશંક છે. જે પોતાની સ્ત્રી સુંદર છતાં પરસ્ત્રીની વાસના રાખે, રસેઈ તૈયાર થયા પછી બહાર
For Private And Personal