________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૧૧
આદત નિંદવા ગ્ય મનાય છે, કારણ કે તેમ કરવાથી આયુષ્ય ત્રટે એ ઉલ્લેખ શાસ્ત્રમાં મળી આવે છે.
શિષ્ય—વિવિધ વિકારને લીધે મનુષ્યની દૃષ્ટિ પણ વિકૃત બની જાય એ શું સત્ય છે?
સૂરિ–ક્રોધ, ક્ષોભ, કામ અને વ્યગ્રતાને લીધે દષ્ટિમાં પણ તે ફેરફાર થઈ જાય છે. મનુષ્યની દષ્ટિએ તેના હદયનું પ્રતિબિંબ સૂચવી આપે છે. એક ભાવ અથવા વિચાર ગુપ્ત રાખવાને મનુષ્ય ગમે તેટલે પ્રયત્ન કરે તે પણ તેની દષ્ટિ એટલી બધી સત્યવક્તા હોય છે કે તેને હદયના ભાવ, દષ્ટિમાં પ્રકટ થયા વિના રહી શકતાં નથી. અનુભવી અને વિચારશિલા મહાત્માઓ સામા મનુષ્યની દષ્ટિ જોતાંની સાથે જ તેના હૃદયને વાંચી લે છે અને ત્યાં કયે વિકાર પ્રધાનપણે પ્રવર્તે છે તેને નિર્ણય કરી લે છે.
શિષ્ય—મનુષ્યની દ્રષ્ટિમાં તેનું હૃદય કેવી રીતે વાંચી શકાય?
સૂરિ–પ્રસન્ન મનુષ્યની દષ્ટિ સરલ તથા ઉજવળતાવાળી હોય છે. જ્યારે તમે કે મનુષ્યની દષ્ટિમાં સરલતા તથા ઉજજવળતા ભાળો ત્યારે સમજવું કે સામે માણસ પરમ પ્રસત્રતામાં છે. કોધમાં હોય ત્યારે તેવા માણસની દષ્ટિ જોઈ આપ
ને ભય લાગે છે, જે દષ્ટિ વાંકી અને ભયપ્રદ લાગતી હોય તે દષ્ટિવાળા મનુષ્યના હૃદયમાં ક્રોધાગ્નિ ધમધમી રહ્યો હોય એમ સમજવું. પ્રફુલ્લિત દષ્ટિ ઉદાર અને પુણ્યમય હદયની સાક્ષી
For Private And Personal