________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ.
303 સૂરિ–વાચક વિગેરે લેકે ના મુખેથી પ્રશંસા સાંભળી ગર્વથી ફુલાઈ જવું એ મુખ માણસનું એક પ્રકટ લક્ષણ છે. શાંત અને સુજ્ઞ પુરૂષ એવી વાણી સાંભળી ગર્વમાં આવી જતા નથી. કદાચ પંડિત લોકે પ્રશંસા કરે તે તેથી અભિમાન ઉપજે અને એ વાસ્તિવિક છે. પણ તેને પ્રસંગે અભિમાન ન જ આવવું જોઈએ. એ પ્રસંગે પિતાની પ્રશંસા સાંભળી પિતાના ગુણને નિશ્ચય કરે અને એ ગુણને વધારે ખીલવવોએજ કર્તવ્ય છે. આપણે પોતે પણ પારકાને ગુણ સ્વલ્પ પ્રમાણમાં હોય તે તેને માટે કરી જે અને યથા પ્રસગે તેની પ્રશંસા પણ કરવી. એમાં એકંદરે આપણને પિતાનેજ લાભ થાય છે. ગુણ પ્રત્યે આદર બુદ્ધિ ન હોય તે માણસ પશુવત્ ગણાય છે. ગુણાનુરાગથી જ આપણામાં હેટા સગુણે દાખલ થઈ શકે છે. ગુણનુ રાગી મનુષ્ય અન્યની ગુણવલી જોઈ પ્રકુલ્લિત થાય પણ પિતાના ગુણની જાહેર ખબર જ્યાં ત્યાં ફેલાવવાનું મન તે કદાપિ કાળે પણ ન જ કરે. જેઓ પોતાના મહાન ગુણને અલ્પ રૂપે જોઈ શકે તેજ અન્યના અલ્પ ગુણને મહાન રૂપે નિરખી શકે. તમે પૂછ્યું કે કઈ આપણી નિંદા કરે તે શું કરવું ? એવા સમયે નિંદા સાંભળી ઉશ્કેરાઈ ન જતાં નિંદકના શબ્દોને ગૂઢ અભિપ્રાય સમજવાને પ્રયત્ન કરે અને આપણામાં નિંદા કરવા જેવાં જે કંઈ અંશો હોય તો તેને ત્યાગ કરવા સદા ઉજમાળ રહેવું. શઠં પ્રતિ શાઠયં કરવું એ નીતિ ઉત્તમ કેટીની નથી અને એટલા માટે ભૂંડા વચન કહેનારને સામા તેવાજ વચને સંભળાવવા એ સૌને માટે પ્રશંસનીય નથી.
For Private And Personal