________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
(૪) પ્રોજન (પ) દ્રષ્ટાંત (૬) સિદ્ધાંત, (૭) અવયવ (૮) તર્ક (૯) નિર્ણય (૧૦) વાદ (૧૧) જ૯૫ (૧૨) વિતંડા (૧૩) હેત્વાભાસ (૧૪) છળ (૧૫) જાતિ અને (૧૬) નિગ્રહ સ્થાન એ સેળ પદાર્થ ન્યાય મતમાં છે. જ્યારે (૧) દ્રવ્ય (૨) ગુણ (૩) કર્મ (૪) સામાન્ય (૫) વિશેષ અને (૬) અમવાય એ છ પદાર્થ વૈશેષિકને મતે છે.
શિષ્ય–વેશેષિક મતમાં જે છ પદાર્થ માન્ય હોવાનું આપે જણાવ્યું તેને કંઈ વિસ્તાર હશે?
સૂરિ–વૈશેષિક દ્રવ્યના નવ ભેદ પાડે છે-જેમકે (૧) પૃથ્વી (૨) જળ (૩) તેજ (૪) વાયુ (૫) આકાશ (૬) કાળ (૭) દિશા (૮) આત્મા અને (૯) મન. આ નવ પદાર્થોમાં પૃથ્વી, જલ, તેજ અને વાયુ એ ચાર દ્રવ્ય કારણરૂપથી નિત્ય અને કાર્ય રૂપે અનિત્ય ગણાય છે. આકાશદિશા, કાળ, આત્મા તથા મનને કેવળ નિત્ય માનવામાં આવે છે. વૈશેષિક મનમાં ગુણની સંખ્યા ૨૪ની છે અને તે અનુક્રમે આ પ્રમાણે લેખાયઃ- (૧) સ્પર્શ, (૨) રૂપ (૩) રસ (૪) ગંધ (૫) સંખ્યા (૬) પરિમાણ (૭) પૃથકત્વ (૮) સંચાગ (૯) વિભાગ (૧૦) પરત્વ (૧૧) અપરત્વ (૧૨) બુદ્ધિ (૧૩) સખ્ય (૧૪) દુઃખ (૧૫) ઇચ્છા (૧૦) શ્રેષ (૧૭) પ્રયત્ન (૧૮) ધર્મ (૧૯) અધર્મ (ર૦) સંસ્કાર (૨૧) ગુરૂત્વ (રર) દ્રવત્વ (ર૩) સ્નેહ અને (૨૪) શબ્દકના પણ તેઓ પાંચ ભાગ પાડે છે. (૧) ઉક્ષેપણ
For Private And Personal