________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૪૪
વિવેક વિલાસ. પરંતુ એ વાતને અત્યારે જવા દઈશું. કઈ પ્રતિમા સમરાવી શકાય એ પ્રશ્નના ઉત્તરમાં જણાવવાનું કે ધાતુની, લેપની અથવા બીજી એવી પ્રતિમા કદાચિત ખંડિન થાય તે તે પાછી સમરાવી શકાય, પરંતુ કાષ્ટની અથવા પાષાણની પ્રતિમા હોય તે તે સમરાવવા લાયક ગણાતી નથી.
શિષ્ય–પ્રતિમાના ખંડિતપણું ઉપરથી કંઈ યેગા ગ જાણી શકાય ખરા?
સૂરિ–જે પ્રતિમાનાં નખ ખંડિત થાય તે શત્રુ તરફથી ભય આવી પડે, આંગળી ખંડિત થાય તે દેશભંગને ઉપદ્રવ નજીકમાં સહ પડે, બહુ ખંડિત થાય તે કોઈ પણ પ્રકારનું બંધન નડે, નાસિકા ખંડિત થાય તે કુળ ક્ષય અને પગ ખંડિત થાય તે ધન હાની સહવા પડે એવી માન્યતા છે. તે ઉપરાંત પ્રતિમાનું સિંહાસન ખંડિત થાય તે સ્થાનને નાશ થાય, બેસવાનું વાહન ખંડિત થાય, જેવી રીતે કે હાથી, ઘેડ વિગેરે, તે વાહનને નાશ થાય અને પ્રતિમાને પરિવાર ખંડિત થાય તે ચાકરનો નાશ થાય એવા ઉલ્લેખ છે.
શિષ્ય–કઈ પ્રતિમા ઘરમાં રાખવી અને કઈ પ્રતિમા દેરાસરજીમાં રાખવી એ વિષે કંઈ નિર્ણય થઈ શકે ખરે?
સૂર–જે પ્રતિમા એક આંગળથી અગ્યાર આંગળ સુધી ઉંચી હોય તે તે ઘરમાં પૂજવાયેગ્ય માની શકાય. પણ તે કરતાં હેટી હોય તે તે મંદિરમાં રાખીને જ પૃજવી જોઈએ.
For Private And Personal