________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૪૨
વિવેક વિલાસ.
શિષ્ય-સમચતુરસ પ્રતિમા કઈ રીતે જાણી શકાય ?
સૂરિ–એક ઢીંચણથી બીજા ઢીંચણ સુધી આડું એક સૂત્ર, જમણા ઢીંચણથી ડાબા ખંધ સુધી બીજું સૂત્ર, ડાબા ઢીંચણથી જમણા બંધ સુધી ત્રનું સૂત્ર અને નીચેથી મસ્તક સુધી ચડ્યું સૂત્ર, એ ચારે સૂત્રનું પ્રમાણ સરખું આવે તો તે પ્રતિમા સમચતુરસ્ત્ર કહેવાય. બે ઢીંચણની વચ્ચે આડું સૂત્ર દેવું અને સૂત્રથી નાભિ સુધી એક કંબિકા રાખવી. એ રીતે કરતાં નાભિથી સૂત્ર સુધી અઢાર આંગળનું પ્રમાણ જોઈએ.
શિષ્ય–પ્રતિમાની ઉંચાઈનું પ્રમાણ કેવી રીતનું હોવું જોઈએ?
સૂરિ–પ્રતિમાની ઉંચાઈનું પ્રમાણ નવ તાલ જાણવું. બાર આગળનો એક તાલ થાય છે. અહીં આંગળાં કંબાના ન લેતાં પ્રતિમાની લેવાં. ઉભી પ્રતિમાનું પ્રમાણ એકસે આઠ અંશનું અને બેઠી પ્રતિમાનું છપ્પન અંશનું જાણવું. ઉભી પ્રતિમાના અગીયાર સ્થાનક પણ તમારે જાણવા જોઈએ. (૧) કપાળ, (૨) નાસિકા, (૩) હડપચી, (૪) ગળું, (૫) હૃદય. (૬) નાભી, (૭) ગુહ્ય, (૮) સાથળ, (૯) ઢીંચણ, (૧૦) જાંઘ અને (૧૧) પગ એ અંશના અગીયાર સ્થાનકે ગણાય છે. તેમાં કપાળે ચાર, નાસિકાએ પાંચ, હડપચીએ ચાર, કેટેત્રણ, હદયે બાર, નાભીએ બાર, ગુહ્યને વિષે ચાર, સાથળે વીશ, ઢીંચણે ચાર, જાંઘને વિષે વીશ, અને પગને વિષે ચાર અંશ સમજવા. આ પ્રમાણે હીસાબ કરતાં પ્રતિમાની ઉંચાઈના એક
For Private And Personal