________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ
૨૩૧ સૂરિ–એ શિલ્પ વિદ્યા ઘણું કાળથી લેપ પામી ગઈ છે. પરંતુ તેને ઉદ્ધાર કરે બહુજ જરૂરનો છે. કાવ્ય અને સંગીતમાં જેમ છંદ અને તાલના બંધને હેાય છે અને એ બંધનોથી જ કાવ્ય અને સંગીતની ખબી ખીલી નીકળે છે તેજ પ્રકારે શી૫ વિદ્યાના નિયમો સંબંધે પણ સમજી લેવું. તે નિયમના પાલનથી શિલ્પકળા પ્રકાશી નીકળે છે.
શિષ્ય–ઘરમાં પાણીયારું વિગેરે કયે સ્થળે રાખવું જોઈએ ?
સૂરિ—ઘરના દક્ષિણ ભાગમાં પાકશાળા-રડું, પાણીયારું, છાણ તથા દીપકનું સ્થાન ગોઠવાવવું. ડાબી બાજુએ –પશ્ચિમ દિશાએ ભેજનાલય, ધન-ધાન્યાગાર તથા દેવ સ્થાનક હોવું જોઈએ. અહીંઆ સૂર્યોદય થાય તેજ પૂર્વ દિશા ગણય એ નિયમ નથી. જેમ છિંકમાં જે દિશાએ મુખ હોય તે પૂર્વ દિશા ગણાય છે તેમ ઘરની બાબતમાં પણ જે દિશાએ ઘરનું દ્વાર હોય તેજ પૂર્વ દિશા તથા તેની અપેક્ષાએ બીજી દિશાઓ જાણી લેવી. ઘરના માપના સંબંધમાં પણ એ નિયમ છે કે જ્યારે ઘર માપવું હોય ત્યારે હાથની સંખ્યા મધ્ય ખુણાથી જ કરાય છે. ઘરના થાંભલા તથા પાટીયાં સમસંખ્યામાં તેમજ ઘરના ખંડે વિષમ સંખ્યામાં હોવા જોઈએ.
શિષ્ય—આપે જે આય-વ્યય આદિનું શિક્ષણ આપ્યું તેમાં કંઈ ફેરફાર થઈ જાય છે ? - સૂરિ–તે તેનું ફળ સારું આવતું નથી. શિલ્પ શાસ્ત્રમાં
For Private And Personal