________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૮
વિવેક વિલાસ. તેને જયોતિષીઓ ઘરની મૂળ રાશિ કહે છે અને મૂળ રાશીને આઠથી ગુણી સત્તાવીશે ભાગ દેતાં જે શેષ રહે તે ઘરનું નક્ષત્ર ગણાય છે. હવે નક્ષત્રની સંખ્યાને આડે ભાગતાં જે શેષ રહે તેને ઘર વિષયક વ્યય એવું નામ આપવામાં આવ્યું છે. જેવી રીતે આયના પ્રકારો આગળ વર્ણવ્યા તે જ રીતે વ્યયના પણ ત્રણ ભેદ પડે છે. વ્યય જે આયના જેટલે જ આવે છે તે પશાચ, આય કરતાં વ્યય અધિક આવે છે તે રાક્ષસ અને એ છે આવે તે તે યક્ષ વ્યય ગણાય છે. આ ત્રણ વ્યયમાં યક્ષ વ્યયને ઉત્તમ ગણવામાં આવ્યો છે. આયની માફક વ્યયના પણ આઠ વિભાગ કરી શકાય છે. નક્ષત્રની સંખ્યાને આઠે ભાગતાં શેષ એક બાકી રહે તે શાંત, બે બાકી રહે તે પિર, ત્રણ બાકી રહે તે ઉદ્યોત, ચાર શેષ રહે તે શ્રેયાનંદ, પાંચ શેષ રહે તે મનોહર, છ રહે તે શ્રીવત્સ, સાત રહે તે વિભવ અને સમભાગ આવે તે ચિંત્ય વ્યય ગણાય છે. - મૂળ રાશીમાં વ્યયની અને ઘરના નામાક્ષરની સંખ્યા ઉમેરવી તેને ત્રણે ભાગતાં જે શેષ રહે તે અંશ જાણ. અંશના ત્રણ ભેદ છે. એક શેષ રહે તો ઇંદ્રને, બે શેષ રહે તે મને અને સમ ભાગ ગુટે તે રાજાને અંશ સમજે.
શિષ્ય –આય, વ્યય તથા નક્ષત્ર સંબંધી વાત થઈ ગઈ. હવે તારા કોને કહેવાય અને તેના કેટલા ભેદો છે તે ટુંકમાં જણાવશો.
સૂરિ—ઘરના નક્ષત્રની અને ધર ધણુના નક્ષત્રની સંખ્યા
For Private And Personal