________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
ર૦૮
વિવેક વિલાસ. અને મન ઉપર તેની ઘણી સુંદર અસર થાય છે. આ બધી અતકૂળતાએ સાર્થક થાય એટલા માટે ઉદ્યમશીલ ગૃહસ્થાએ આઠ મહીનાને ઉપયોગ નીતિમય–ન્યાયમય દ્રવ્યોપાર્જન અર્થે કરી લે.
શિષ્ય-ચાતુર્માસમાં પણ ધર્મ ધ્યાન ન બની શકે તે વૃદ્ધાવસ્થા ઉપર મુલતવી રાખ્યું હોય તે કેમ?
સૂર-વૃદ્ધાવસ્થા એ જો કે ધર્મ ધ્યાન કરવાની અવસ્થા જણાય છે, પરંતુ એ અવસ્થા પ્રાપ્ત થશે કે વચમાં જ કાળ આપણ શિરે ચડી બેસશે તેને નિર્ણય કેણ કરી શકે તેમ છે? જે. આ વૃદ્ધાવસ્થા ઉપર પોતાના આત્મકલ્યાણને મુલતવી રાખે છે તેઓ સંપૂર્ણ આત્મહિત સાધી શકતા નથી. વસ્તુત: તેને માટે કઈ અવસ્થાની રાહ જોઈ બેસી રહેવું એ નિર્બળતા છે. એવા ઘણું વૃદ્ધ પુરૂષને અનુભવ છે કે તેઓ પિતાની વૈવનાવસ્થાની ધારણા પ્રમાણે વૃદ્ધ વયમાં ધર્મ કાર્ય કરી શકતા નથી. અને છેલ્લી વયમાં તન–મનમાં જે શિથિલતા વ્યાપી જાય છે તેને ખ્યાલ કરતાં એ અનુભવ અક્ષરશ: સત્ય છે એમ કહી શકાય. વૃદ્ધ વય એ પરાધીનતામય અવસ્થા છે. નથી તે વખતે પિતાના મન ઉપર સંપૂર્ણ કાબુ રહી શકતો કે નથી યાત્રા કે ગુરૂ દર્શન માટે શારીરિક શ્રમ લઈ શકાતો. નરભવ પામવા છતાં જે ભવિષ્યનું જીવન ન સુધરે તે પછી અમૂલ્ય નરદેહ એળે ગયે એમ જ મનાય. મારે કહેવાને તાત્પર્ય એટલો જ છે કે બની શકે તો જીવન જ ધર્મમય–ની
For Private And Personal