________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ,
૨૦૫ પાસે હોય તે શીતાદિ પ્રકેપે દેહને પજવી શકતા નથી. કેટલાક શૃંગારપ્રિય વૈદ્ય અને કવીઓ કહે છે કે આ ઋતુમાં શરીરે સુગંધી અંગરાગ લગાડેલી, પુષ્ટ અને ઉંચા સ્તનથી ચિત્તને ખેંચનારી તરૂણ, તેમજ કમળ તથા ઉષ્ણુ સ્પર્શવાળી શખ્યા એ બન્ને વસ્તુઓ ટાઢને દૂર કરવા શક્તિમાન થાય છે. શિશિર ઋતુમાં ઉત્તર દિશાના પવનથી લુખી ટાઢ પડે છે એટલા માટે એ વખતે પણ હેમન્ત ઋતુનાજ વિધાને ઉપયોગી થઇ શકે છે. આપણું ઋતુચર્ચા સંબંધી વાતચીત અહીં પુરો થાય છે. પણ તેજ સાથે મારે જણાવી દેવું જોઈએ કે આ નિયમ મેં જે કહ્યા છે તે કેવળ શરીરને કિંવા ઇન્દ્રિયોને ઉન્મત્ત બનાવી દેવાના હેતુથી નથી કહ્યા, પરંતુ રેગોને સમુદાય કે જે હંમેશા આપણું ઉપર હુમલે લઈ આવવાને તૈયાર હોય છે એમ માનવામાં આવે છે, એ ગરૂપી શત્રુઓના પંજામાંથી કેવી રીતે બચી શકાય અને પિતાના તન-મન સાથે કુટુંબ પરિવારને નીરોગી કેમ રાખી શકાય એ સુચવવા માટે જ આ વિવેચન
શિષ્ય–આપના સ્થાને અથવા તે સૂચનને દુરૂપયોગ નહીં થાય અથવા તે તેને ખોટો અર્થ નહીં કરવામાં આવે એ વિષે હું આપને ખાત્રી આપું છું. આપ પુનઃ પુન: એ વિષય ઉપર ભાર મુકી જે સન્માર્ગ બતાવે છે તે માટે હું અંતઃકરણ પૂર્વક આપને ઉપકાર માનું છું. હવે માત્ર એકજ વિષય સં. બંધી પ્રશ્ન બાકી રહ્યો છે અને તે એજ છે કે આખા વર્ષ દરમીયાન કેવી રીતે વર્તવું કે જેથી જીવન કૃતાર્થ થાય ?
For Private And Personal