________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિશિષ્ય સંવાદ
૧૯૧
વનારી, સમય જોઇને ખર્ચ કરનારી, ભર્તારના સૂઇ રહ્યા પછી સુનારી અને તેના જાગ્યા પહેલાં જાગૃત થનારી, પતિને તેમજ વડીલાને જમાડી જમનારી, પોતાના પતિ, સાસુ તથા સસરા વિગેરે પરિવારના દોષને ઢાંકનારી અને પરપુષ સાથે વિનયવિવેક અને મર્યાદાપૂર્વક ચાલનારી હાય તેને લક્ષ્મી સ્વરૂપ કિવા શ્રેષ્ટ સ્ત્રી માનવામાં આવે છે. વળી આવી સ્ત્રીએ મેળામાં, બજારમાં, તમાસામાં કે નાટકાર્ત્તિમાં બહુ પ્રવૃત્તિ રાખતી નથી. તેથી તેમની કીત્તિ માં કદિ પણ કલંક લાગવાના ભય પણ રહેતા નથી.
શિષ્ય—આવી સન્નારીએ પાતાના પતિ પ્રત્યે તેમજ સાસુ-નણ દાદિ પ્રત્યે કેવા વ્યવહાર રાખે છે ? સૂરિ—સુશીલ સન્નારી પોતાના પતિને દુરથી આવતા જોઇ પ્રસન્ન ચિત્તે ઉતાવળથી ઉભી થાય છે અને નજીક આવતાં પતિના ચરણ--કમળમાં દષ્ટિ સ્થાપી તેમને આસન આપી બેસારે છે. ભોરની સાથે વાતચીત કરતાં વદન ઉપર પ્રસન્નતા અને લજ્જાયુક્ત નમ્રતા છવાઇ રહે છે. તેના મનમાં કપટ કે વિવેકના એળે પણ કદી પડવા પામતા નથી. સાચુ પ્રમુખ વડીલેાની સેવા–સુશ્રુષા કરવામાં એવી સન્નારીએ કદી આળસ્ય કરતી નથી. નણુ દાની સાથેના તેમનેા વ્યવહાર છેક નમ્ર તથા સહૃદયતાવાળા હોય છે. ભર્તારના બાંધવા ઉપર પણ અકૃત્રીમ પ્રીતિ દાખવે છે. પેાતાની શેાકયા પ્રત્યે પણ તે એવા અમાયિક વ્યવહાર રાખે છે કે જાણે સગી હેના હોય એવે! જ
For Private And Personal