________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૧૫૫ તેને સુખ માની બેસીએ છીએ. દાખલા તરીકે કોઈ પણ એક પ્રકારની વિષય વાસના જ્યારે આપણા ઉપર કાબુ મેળવે છે ત્યારે તે વિષયની તૃપ્તિ અર્થે આપણે પ્રયત્ન કરીએ છીએ અને વિષય-વાસનાના વેગને ઉપશાંત કરવામાં સુખનું આરોપણ કરીએ છીએ. યથાર્થ દ્રષ્ટિએ જોઈએ તો વિષય-વાસના એક પ્રકારની પીડા હતી, પરંતુ તે આપણું મનને અનુકુળ એટલે આપણે તેમાં સુખનું આરોપણ કર્યું મતલબકે તે સુખ ભ્રતિજન્ય હતું. યથાર્થમાં તો તે પીડા જ છે.
શિષ્ય—વિષય ઉપર સંયમ રાખવાની કઈ યુક્તિ
દશાવશો ?
સૂરિ–મનને બુદ્ધિમાન પુરૂષોએ મર્કટની ઉપમા આપી છે. મન જે સંયમમાં આવી જાય તે પછી વિષય રૂપી રાક્ષસનું બહુ જોર ચાલતું નથી મર્કટ જેવી રીતે વૃક્ષની એક ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર નિરંતર કૂદતું રહે છે તેવી રીતે મન એક વિષયને ત્યજી બીજા વિષય ઉપર કૂદા કૂદ કર્યા કરે છે. મકેટને જે યોગ્ય બંધનથી બાંધી લેવામાં આવે તે તેને વેગ ઘણે
ન્યન થઈ જાય. મનને પણ એવી જ રીતે જ્ઞાન વિચાર અથવા સત્સમાગમ રૂપી રસીથી બાંધી લેવું જોઈએ. - શિષ્ય–મનને વશ કરવાથી કામવિકાર ઉપર અસર
થાય ખરી?
સુરિ-મન એજ કામ વિકારમાં મુખ્ય ભાગ ભજવે છે. તમે જોઈ શકશો કે ઉદ્યોગ અને તપશ્ચર્યામાં રેકાએલું મન
For Private And Personal