________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ
૧૭ પિત્તવિકાર જ થાય, જેના જન્મ સમયે શનિ, રવિ તથા મંગળ એ ત્રણમાંથી એક વાર. આશ્લેષા, શતતારકા, અને કૃત્તિકા એ ત્રણમાંથી એક નક્ષત્ર તથા દ્વિતીયા, સપ્તમી, અને દ્વાદશી એ ત્રણ તિથિમાંથી એક તિથિ હોય તે તે વિષ કન્યા કહેવાય છે.
શિષ્ય–બાકી સામાન્ય સ્ત્રી જાતિ પ્રત્યે કેવી નિષ્ઠા રાખવી જોઈએ ?
સૂર–ઉત્તમ પુરૂષ પિતાના ગુરૂ-વડીલ, સ્વામી,મિત્ર, શિષ્ય અને સગાસંબંધી એટલાની સ્ત્રીઓ સાથે મા, બહેન તથા પુત્રી પ્રમાણે વર્તે છે. એને એ વાત બીજા શબ્દોમાં કહું તે જેઓ પોતાના કરતાં વયેવૃદ્ધ હોય તેમને માતા સમાન, જેઓ સમવયસ્ક અથવા બરાબરીની હોય તેમને હેન સમાન અને જેઓ ન્હાની હોય તેમને પુત્રી સમાન ગણવી એ ઉત્તમ પુરૂષનું એક અ ક લક્ષણ છે.
શિષ્ય–નીતિ કિવા સદાચારનું એ ધોરણ આજકાલ કેટલું બધું અધોગતિને પામ્યું છે?
સૂરિ–તેનો ખ્યાલ કરતાં ખરેખર ખેદથી રોમાંચ ખડા થાય છે! સદાચાર અથવા નીતિનું પાલન એજ સમાજ અને થવા રાષ્ટ્રની યથાર્થ સંપત્તિ કિવા શક્તિ છે. જ્યાં સદાચાર રૂપી શક્તિની અવગણના થાય છે ત્યાં ઉન્નતિ, જાહોજલાલી અને કલ્યાણની વાત કરવી એ વ્યર્થ વાવિડંબના સિવાય બીજું કાંઈજ નથી. સૌ પ્રથમ મનુષ્ય પિતાનું ચારિત્રબળ ખીલવવું જોઈએ. જે ચારિત્રબળ વિકાસ પામ્યું તે પછી ઈન્દ્રની કે દેવના અધિરાજની સમૃદ્ધિ પણ કટાક્ષ માત્રથી ચરણ તળે રજુ કરી શકાય છે.
For Private And Personal