________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૧૦
વિવેક વિવાસ. સરળ શાંત અને તપસ્વી પુરૂષની આકૃતિમાં જમીન આસમાન જેટલો ફેર જોવામાં આવે છે. આનું કારણ બીજું કાંઇજ નહીં પણ તે પુરૂષની પ્રકૃતિ જ તેમનામાં વિભિન્નતા ઉત્પન્ન કરે છે. હવે એ વિભિન્નતા કેમ ઉત્પન્ન થતી હશે એ પ્રશ્નવિચાર જોઈએ. એક ક્રોધી માણસ કે જે મેટે ભાગે કોધમાંજ દિવસો વીતાવતા હોય અને વાત વાતમાં ચીડાઈ જતો હોય તેના ભાલ પ્રદેશ ઉપર તથા આંખ-નાક ઉપર વિલક્ષણ પ્રકારની રેખાઓ અંકીત થઈ જાય છે. જે રેખાઓ શાંત, સરળ અને ક્ષમાવાન પુરૂષના મુખ ઉપર જોવામાં આવતી નથી. તેવી જ રીતે જેમને અંધકારમાં કામ કરવાની ટેવ પડી જાય છે, આસપાસ ખુણે-ખાંચા શોધવાની જેમને અણધાર્યા પ્રસંગે આવશ્યક્તા પડે છે, તેમની આંખ અને હાવભાવ વિગેરેમાં ખાસ એક પ્રકારની વિશેષતા પ્રત્યક્ષ થઈ શકે છે. એ વિશેષતા તેમના સ્વભાવ અને ધંધાને જ આભારી હોય છે.
શિષ્ય-કંઈક કુદરતી લક્ષણે પણ માનવ–શરીર ઉપર હોય છે ખરા?
સૂરિ-પુરૂષની જમણી બાજુએ દક્ષિણાવર્તી ભમર હોય તે તે શુભ જાણવો અને ડાબી બાજુએ વામાવર્ત હોય તે તે ઘણજ અશુભ સમજ. હવે જે જમણી બાજુએ વામાવર્તન અને ડાબી બાજુએ દક્ષિણાવર્ત હોય તે મધ્યમ જાણવો.
શિષ્ય-શરીર ઉપરના મસા અને ફ્રણ વિષે પણ એ કંઈ નિયમ છે?
સૂરિ-પુરૂષની જમણી બાજુએ શુકન, ફિલ્લોપિટક, તલ
For Private And Personal