________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ.
૧૦૭ જોવામાં આવે તેને તે ગતિમાંથી આવેલા માનવામાં કંઈ કપિળકલ્પિતપણું નથી. તેવીજ રીતે તિર્યંચ અને નરક ગતિના સંસ્કાર ઉપરથી પણ એવું જ અનુમાન નીકળી શકે.
શિષ્ય-આપ છેક ટુંકમાં પતાવી દે તે કામ નહીં આવે. દેવગતિના સંસ્કારે જેમ આપે ખુલાસાવાર કહી બતાવ્યા તેમ મનુષ્ય-નારકી અને તિર્યંચ ગતિના સંસ્કાર અને તેના મનુષ્ય સ્વભાવમાં રહી ગયેલા અવશેષે વર્ણવે તેજ આ વાત બરાબર બુદ્ધિગમ્ય થઈ શકે.
સૂરિ—તમારે આગ્રહ હોય તે મને તે વિષે વિસ્તાર કરવામાં હરકત નથી.દેવગતિથી તદ્દન ઉલટી અર્થાત્ વિરૂદ્ધ ગતિ નરકની છે. દેવતાઓના આચાર-વિચાર જેવા પવિત્ર અને સુંદર હોય છે તેવાજ નરકના જીના આચાર-વિચાર અપવિત્ર અને કુત્સત હોય છે. તમે સાંભળ્યું તે હશે કે નારકીનું જીવન પરમ અંધકારમય–દર્દમય–અને ત્રાસમય હોય છે. નરકગતિમાંથી તાજેજ આવેલો સંસારી આત્મા પિતાના જુના સંસ્કારને અનાયાસે વળગી રહે છે. જો કે મૂળ દશા કરતાં સંસારની દશા કેટલેક અંશે સુધરેલી જોવામાં આવે છે તથાપિ લક્ષણોની બારીક કસોટી કરનાર ચિકિત્સકની દ્રષ્ટિએ ઉકત લક્ષણેના અંશે આવ્યા વિના રહેતા નથી. શિષ્ય-તિર્યંચ ગતિ વિષે શો ખુલાસે આપશે?
સૂરિ–પશુ–પ્રાણુઓની સુષ્ટિમાં કેવળ પિંડ પોષણ અને વાસનાધીનતા સિવાય આપણે બીજું શું ભાળીએ છીએ? પા
For Private And Personal