________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૮૮
વિવેક વિલાસ.
મલીન પણ ન હોવા જોઈએ કે જેથી જતુઓની ઉત્પત્તિ થયા જ કરે. શરીરને કષ્ટ ન પહોંચે, અને શાંત રીતે નિદ્રા આવી જાય એવી ખાટ પસંદ કરવા યોગ્ય છે. હવે દીપકના સંબંધમાં જણાવવાનું કે સંધ્યાના સમયે જે મંગળકારી દીપ પ્રકટાવવામાં આવે તે દેદિપ્યમાન, સારી તિવાળે, શબ્દરહિત, મનહર અને ચળકતા સુર્વણ સરખા પ્રભામંડળ યુક્ત હોવો જોઈએ.
શિષ્ય આપે દીપકના જે લક્ષણે કહાં તેથી વિરૂદ્ધ પ્રકાર લેવામાં આવે તો
સૂરિ–એટલે કે જે તણખા મૂકતે, નાના આકારને, ડાબી બાજુએ ભમરી ખાતે, શેડે પ્રકાશ આપનારે, પવન અને પતંગીયાને ત્રાસ નહીં હોવા છતાં પણ બઝી જતા અને તડતડ શબ્દ કરતો હોય, તે તે અનિષ્ટને સૂચક ગણાય છે.
શિષ્ય–નિદ્રાને સમય સમિપ આવતાં શું શું કરવું જોઈએ?
સૂરિ–મુખમાંથી તાંબુલ, કપાળ ઉપરથી તિલક, કંઠમાંથી માળા અને શય્યા થકી સ્ત્રી એટલા વાનાં દૂર કરવાં. - શિષ્ય—એમન થાય છે તેથી કેવા પ્રકારની હાનિ સંભવે?
સૂરિ–નિદ્રા સમયે જે મુખમાં તાંબુલ હોય તે તે બુદ્ધિને નાશ કરે છે, કપાળે તિલક હેય તે તે આયુષ્યને હરણ કરે છે, કુલની માળા હોય છે તેથી સર્પ આવવાને સંભવ રહે છે અને સ્ત્રીઓ પાસે હોય તે તેથી બળની હાનિ થાય છે.
શિષ્ય–આપે કહા તે ભયે બુદ્ધિગમ્ય થઈ શકે તેવા છે.
For Private And Personal