________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ. પ્રેમ હોય તેથી ભોજન વધારે સ્વાદિષ્ટ થવું જોઈએ એ કાંઈ નિયમ નથી.
સૂરિ–પ્રેમથી તૈયાર કરેલા અને પ્રેમથી પીરસાયેલા ભેજનમાં જે સ્વાદ હોય છે, તે સ્થળ રસનાથી ચાખી શકાતે નથી. પ્રેમ એ આત્માની ભૂખ છે. પ્રેમ વિનાનું મિષ્ટાન્ન પણ તુછવત્ લેખાય છે. એક માતા અથવા ધર્મપત્ની જેટલી ચીવટ અને કાળજીથી ભેજન તૈયાર કરે, તેટલી ચીવટ અને કાળજી અન્ય કોઈ ભાગ્યેજ રાખી શકે. માતાને પોતાના પુત્રના આરોગ્યની અને ઉન્નતિની જેટલી પરવા હોય, એક સ્ત્રીને પતાના પતિના સ્વાચ્ય અને સુખની જેટલી ચિંતા હોય, તેટલી શું અન્ય કોઈને હોઈ શકે! આજકાલ કેટલાક ગૃહસ્થ ભેજન તૈયાર કરાવવાનું કામ પણ પગારદાર સેવક પાસેથી લેવાનું પસંદ કરે છે. આનું પરિણામ એ આવે છે કે ગૃહિણીઓમાં કાર્યકુશળતા અથવા ગૃહતંત્ર ચલાવવાની કુશળતા આવતી નથી. તે ઉપરાંત બીજી નૈતિક અધોગતિ થાય છે તે તે વળી જૂદી જ.
શિષ્ય–ભજન કરવા ટાણે અન્ય કઈ સંબંધી કે ગુરૂજન આવી ચડે છે?
સૂરિ–તે તેમને પણ આપણી નજીક ભેજના બેસવાને વિવેક કરે. તેમાં પણ જે કઈ પવિત્ર પુરૂષ કે સાધુ મહારાજ હોય તે અતિશય નમ્રતાપૂર્વક તેમના આહારની વ્યવસ્થા કરવી. આ જગતમાં પોતાનું એકલાનું પેટ તે કાગડા, કૂતરા પણ ભરી શકે છે. એમાં કંઈ હેટ પુરૂષાર્થ નથી.
For Private And Personal