________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[
૫ ]
ભાગત્યાગલક્ષણું: ત્રણ લક્ષણામાંની એક, જેમાં
વાચ્ય અર્થમાંથી એક ભાગને અથવા પરસ્પર વિરુદ્ધ ધર્મોનો ત્યાગ કરી એક ભાગનું અથવા અવિરુદ્ધ ભાગનું ગ્રહણ કરવામાં આવે છે. તવમસિ-તે તું છે એ વાક્યમાં ભાગત્યાગલક્ષણું છે. એને જહતી-અજહતી લક્ષણ પણ કહે છે. જેમ કે તે–પરમાત્મા, તું જીવ. તે પરમાત્મા તું છે એમ કહેતાં દષ્ટવિરોધ આવે છે, કારણ કે અલ્પજ્ઞ અને સર્વજ્ઞ, અલ્પશક્તિમાન અને સર્વશક્તિમાન વગેરેને વિરોધ સ્પષ્ટ છે. તેથી એ બન્ને પદાર્થમાં રહેલી ઉપાધિઓનો ત્યાગ કરી કેવળ અવિરુદ્ધ
શુદ્ધ સ્વરૂપચંતન્યનું ગ્રહણ કરવું તે. ભાતિઃ બ્રહ્મના ત્રણ અંશમાંને એક, જે ભાસે
છે અથવા પ્રકાશે છે તે. ભાવવિકારઃ પદાર્થની છ સ્થિતિ થાય છે તે, તે
છ ભાવવિકાર આ પ્રમાણે છેઃ ૧ અસ્તિ=હેવું, ૨ જાયતે ઉત્પન્ન થવું, ૩ વર્ધતે મોટું થવું, ૪ વિપરિણમતે પરિણામ પામવું, ૫ અપક્ષિતે ક્ષય પામ-ઘટવું-શિથિલ થવું અને ૬ નિયતિ નાશ પામવે. જેમ કે ઘટપદાર્થની
For Private and Personal Use Only