________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૬૫ ]
ઉદાન અને સમાન, આ પાંચ મુખ્ય પ્રાણ છે, અને નાગ, ધૂમ, કુકલ, દેવદત્ત અને ધનજય આ પાંચ ઉપપ્રાણ છે. ભિન્ન ભિન્ન કાર્યાં કરતા હોવાથી એક જ પ્રાણ તે તે કાય અનુસાર ભિન્ન ભિન્ન નામ ધારણ કરે છે. પચભૂમિકાઃ ચિત્તની પાંચ અવસ્થા-ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ. ઉત્તરાત્તર ભૂમિકા ચડિયાતી કહેવાય છે. જિજ્ઞાસુ જેમ જેમ અભ્યાસમાં આગળ વધતા જાય છે તેમ તેમ તેની ઉપરના ક્રમ અનુસાર ભૂમિકા આવતી જાય છે. પંચમહાભૂત : આકાશ, વાયુ, તેજ, જલ અને પૃથ્વી એ પાંચ મહાભૂત છે.
પચયમ : ચૈાગનાં આઠે અંગમાંનુ' એક, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચય અને અર્પારગ્રહ. આ પાંચ યમ છે. અધ્યાત્મ જીવનના પાયારૂપ છે. આ પાયામાં જેટલી કચાશ તેટલી અધ્યાત્મજીવનના આનંદની પ્રાપ્તિમાં કચાશ રહે છે. પ`ચાવયવ : (ન્યાય) અનુમાન પ્રમાણુના પાંચ
અવયવ છે. પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન. જેમ કે, પવ ત ઉપર અગ્નિ છે (પ્રતિજ્ઞા); કેમ કે ત્યાં ધૂમ છે (હેતુ), જેમ કે, રસાડામાં
For Private and Personal Use Only