________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ષાન.
રસમાં ઘુંટવી, પછી લેહભસ્મ ૧, તામ્રભસ્મ ૧, માક્ષીક ભસ્મ ૧, એ સરખા ભાગે લઈ ઘુંટવું અને જંતુ, ત્રીફલા, કુંવાર, ધાણા, આદુ, કડવે લીંબડે, બ્રાહી, નગોડ માંગરે, ચીત્રક, કાવળી, પાંગારેજ એરંડે, એ સર્વનો રસ ચાર ચાર તોલા લેઇ . તેમાં જુદી જુદી ભાવનાઓ આપવી. પછી તેમાં ત્રીકટનું ચુર્ણ પારા જેટલુ નાંખી ચણ્યા જેવડી ગોળી કરવી, તેમાંથી ત્રણ ગોળી છરાના ઊકાળામાં આપવી, પથ્ય દહીંભાત તથા ઠંડુ પાણી આપવું,
પ વન્ક રસ–પોરે ૧ ભાગ, ગંધક ૧ ભાગ, વછનાગ ૧ ભાગ, મરી ૧ ભાગ, ટંકણખાર ૧ ભાગ, એનું એક ચુર્ણ કરી ધતુરાના પાનના રસમાં ૧ દીવસ ખલ કરી પછી તેની બે ચોઠી પ્રમાણે ગોળી કરવી, તે ગળી આકડાના મુળના ઉકાળામા ૧ ગોળી આપવી, પથ્ય મગનું ઓસામણ આપવું, એટલે ભુસ્રનેત્ર શનિપાત દુર થાય છે,
જયમંગલ રસ–પારાનું ભસ્મ ૧ભાગ, તામ્રભસ્મ ૧ ભાગ, કત ભસ્મ૧ભાગ, ગજવેલ ભસ્મ ૧ભાગ, પીતળની ભસ્મ ૧ ભાગ, લેહ ભસ્મ ૧ ભાગ, હરતાલ ૧ ભાગ, માક્ષીક ૧ ભાગ, એનું એક ખલ કરી તેમાં ત્રીકટ ૩ ભાગ, વછનાગ ૧ભાગ, ટંકણ ખાર ૧ભાગ, ચીત્રક૧ ભાગ, એનું ચુર્ણ કપડછાણ કરી નાખવું. પછી અરડુસો, નગોડ, બીલીનાં પાન, એના રસની ભાવના એકેક દિવસ આપી શરાવ સંપુટ કરી ભુદર યંત્રમાં ચાર પહેર અગ્નિ આપ, છેક થંડ પડ્યા પછી કાઢવું, અને દશ મુળના ઊકાળામા ૨ અથવા ચણોઠી ભાર આપવુ, એટલે અભીન્યાસ સારે થાય છે.
વીરભદ્ર રસ–પારે ૧ ભાગ, અભ્રક ભસ્મ ૧ ભાગ, ગંધક ૧ ભાગ, ત્રીકટ ૩ ભાગ, પંચલવણ ૫ ભાગ, વરીયાળી ૧ભગ, જીરૂ ૧ ભાગ, શાહજીરૂ ૧ ભાગ, એ સર્વને આદાના રસની એક દિવસ ભાવના આપી અડદ પ્રમાણે ગોળી કરવી, અને ચીત્રક, આદુ, તથા સંધાણ, એના અનુપાનમાં ગોળી આપવી, તે ઉપ૨ પથ્ય દુધ ચોખા, એટલે હુક સારો થાય છે,
મહેદધી રસ–પાર ૧ ભાગ, ગંધક ૧ ભાગ, લેહ ૧ભાગ નાગ ૧ ભાગ, તામ્ર ૧ ભાગ, તજ ૧ ભાગ, વંગ ૧ ભાગ, અભ્રક ૧ ભાગ, ત્રિીકટ ૩ ભાગ, તમાલ પત્ર ૨ ભાગ, નાગરમોથ ૨ ભાગ, વાવડીંગ ૨ ભાગ, નાગકેસર ૨ ભાગ, રેણુક બીજ ૨ ભાગ, પીપરી મુળ ૨ ભાગ, એ સર્વ એકઠાં કરી જળ પીંપાના રસની ત્રણ ભાવનાઓ આપવી તેની ગળી ચડ્યા જેવડી બાંધવી. સ્વાસ, ઊસ, હરસ, ભગંદર, છાતીનું શૂળ, પાર્વશળ, કાનને રેગ, શહણી ઉદરરોગ (જદર), પ્રમેહ, તથા પથરી એ સર્વ રેગે ઉપર તે ગોળી આપવી, પથ્ય વગેરે કાંઈ કરવું નહી,
* મરેઠીમાં પાંગારા કહે છે તે.
For Private and Personal Use Only