SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kalassagarsurl Gyarmandir ઓગણીસ દેવ45 ડીપ દેવકૃત ઓગણીસ અતિશયો :૧૬) ચક્રવર્તિનું ચક્ર જેમ ચક્રવર્તિના આગમનની ચાડી ખાતુ આકાશમાં આગળ ચાલે છે તેમ ધર્મચક્રવર્તિ અરિહંત પરમાત્માના આગમનનો નિર્દેશ કરતું ધર્મચક્ર પણ આકાશમાં પરમાત્માની આગળ ચાલે છે... ૧૭) પરમાત્માને નતિ કરનારની અસંદિગ્ધતયા ઉન્નતિ થાય જ, એના જીવંત ઉદાહરણ સ્વરૂપે ચામરયુગ્મ તો સતત અવિરતપણે ઊંઝાયા જ કરે છે. - ૧૮) પુરુષસિંહ એવા પરમાત્માના ચરણોની ચાકરી માટે જાણે વનરાજ સિંહો ઉપસ્થિત ન થઈ ગયા હોય એવા સુંદર મજાના બે સિંહો અને પાદપીઠથી યુક્ત એવા સુવર્ણમય સિંહાસનની વાત જ શું કરવી !... ૧૯) પ્રાજય પુણ્ય પ્રકર્ષના સ્વામી પરમાત્માની ઉત્તરોત્તર વૃદ્ધિગત પુણ્યક્તિનો નઝારો એટલે ક્રમશઃ ઋદ્ધિની વૃદ્ધિથી ઉપેત છત્રાતિછત્ર ' જ જોઈ લ્યો... ૨૦) પ્રભુની અમિત યશ-કીર્તિને સમગ્રવિશ્વના ચોકમાં જાણે લહેરાવતી ન | હોય એવી રત્નમય પતાકા ! એની શોભા તો જુએ તે જ જાણી શકે, ' શબ્દમાં તો એ શી રીતે સમાય ? ૨૧) ‘દેવાધિદેવને પૃથ્વી પર પગ જ ન મૂકવો પડે’ એ માટે દેવો સ્વયં જ્યાં પ્રભુનો પગ પડે ત્યાં નવસુવર્ણકમળની રચના કરીને સ્વને કૃતકૃત્ય અને કૃતપુર્ણય માને છે... ૨૨) ત્રણલોકના સમ્રાટ અરિહંત પરમાત્મા જ્યારે રજત, સોના, રત્નના ત્રણ ગઢવાળા સમવસરણમાં આસીન થઈને રાજરાજેશ્વરની છટાથી રાજતા હોય ત્યારનો નઝારો વર્ણવવો એ તો સુરગુરુ બૃહસ્પતિના પણ ગજા બહારની વાત છે, ૨૩) દાન, શીલ, તપ, ભાવ એ ચાર ધર્મોનું એક સાથે આખ્યાન કરવા માટે જ જાણે પરમાત્મા ચાર રુપ દ્વારા ધર્મદેશનાનું પૂર વહાવે છે ત્યારના વાતાવરણનું આલેખન એ શું કોઈ દ્વારા શક્ય છે ? | ૨૪) પાપ, તાપ, સંતાપ અને શોક-સંકલેશનો સમૂળગો નાશ કરનાર એ ચૈત્યવૃક્ષની બાહ્ય-અત્યંતર ઠંડક તો ખરેખર અવાચ્ય છે. ૨૫) ચેતનની તો શી વાત કરવી ? જ્યાં પ્રભુના આગમનને જાણીને સીધા એવા કાંટાઓ પણ પ્રભુભક્તિથી આકૃષ્ટ થઈને ઉંધા થઈ જતા હોય... ૨૬) મિથ્યાત્વીઓને શરમાવે એવા તે ધન્ય વૃક્ષો... જે પ્રભુના આગમનથી પોતાની સ્તબ્ધતાને તિલાંજલી આપીને પરમાત્માને ઝુકી પડે છે... ૨૭) પ્રભુ નામનો જયઘોષ જાણે દિગંત પયંત ફેલાવતા ના હોય તેવા દેવદુંદુભિનો નિનાદ તો સાંભળ્યા જ કરીએ, સાંભળતા જ રહીએ... ૨૮) પંચેન્દ્રિયપણું પામ્યા પછી પણ જેણે પરમાત્મા પ્રત્યેની વક્રતા છોડી નથી એ જોઈલો :- આ વાયુ પણ ત્રણલોકના નાથની જાણે આગતા-સ્વાગતા ન કરતો હોય એ અદાથી મંદ-મંદ ગતિએ, અનુકૂળ રીતે વાય છે... ૨૯) એ પંખીડા !... અહાહા... ધન્ય છે... ધન્યાતિધન્ય છે... ભમ્પ્રદક્ષિણાનો અંત આણવા કાજે ત્રણલોકના નાથને જેઓ અંતઃકરણના ભક્તિભાવપૂર્વક પ્રદક્ષિણા કરે છે... ૩૦) પ્રભુના પાવન પદસંચારથી પૃત થનાર પૃથ્વીને જાણે પૂજતા જ હોય એ રીતે દેવતાઓ સુગંધી દ્રવ્ય વડે અધિષ્ઠિત જલથી ધરાને સિંચે છે... ૩૧) પઋતુના પંચરંગી દિવ્યકુસુમોની વર્ષ તો જાણે સાક્ષાત્ ધોધમાર વરસતો પુષ્કરાવર્તનો મેલ જ જોઈ લ્યો !... ૩૨) જગતભરના કોઈ પણ દેવો જોઈ લ્યો, દેવાધિદેવની તોલે તેઓ ક્યાંથી આવી શકે ? પ્રભુના ધોગનો તો બાહ્ય પ્રભાવ પણ એટલો છે કે તેમના કેશ, રોમ, શમશ્ર, નખની વૃદ્ધિ થતી નથી. ૩૩) સમસ્ત વિશ્વની ભીડ ભાંગનારા નાથ પાસે તો દેવેન્દ્રોની-દેવોની ભીડ લાગેલી હોય છે... ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓ તો ખડે પગે પ્રભુની સેવામાં હંમેશ તહેનાત હોય છે... ૩૪) અનાદિ-અનંત કાળથી કંદર્પને સહાય કરવાના પ્રાયશ્ચિત્ત રૂપે જ જાણે છ'યે ઋતુઓ પરમાત્માને અનુકુળ થઈને વર્તતી હોય છે... A. દર્મ ખયાથી યાર, યોગી, . મા એમ તથિ , મU/જારી ૧ ઓગણીસ દેવના ડીષ, દમ, બ્રિૉક નીff વંદના 140. , શારીરીથી મોત For Private and personal Use Only
SR No.020837
Book TitleTrilok Tirth Vandana
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy