SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ Acharya S a gar Gyanma Shri Ma a Aradhana Kendra તીર્થંકરના ચોત્રીથ અતિશય ચાર અતશય મૂળ અરિહંત પરમાત્માને જન્મથી વર્તતા ચાર મૂળ અતિશયો :૧) પ્રકૃષ્ટ પુણ્યના સ્વામી અરિહંત પરમાત્માનું રૂપ-લાવણ્ય તો ઈન્દ્રને પણ શરમાવે તેવું અદ્દભૂત અને અલૌકિક હોય છે. જેમના નખમાં પણ રોગ નથી. તેમના શરીરની સુગંધ તો દિવ્યકુસુમમાલાની સુરભિ કરતાંય વધુ ચિત્તને આહાદક હોય છે, જ્યાં પ્રસ્વેદ અને મલનું તો નામોનિશાન પણ ક્યાંથી હોય !.. ૨) પ્રભુના શ્વાસોશ્વાસ તો કમલાકરથી અધિક સુગંધિ હોય છે. ૩) દેવાધિદેવનું રૂધિર અને માંસ... ચંદ્ર જેવા ના.. ના.. ગાયના દૂધ જેવા, નહીં, તે તો સ્વર્ગલોકની સુરભિ ગાયના દૂધ કરતાં પણ વધુ શુભ્રવર્ગીય અને સહજ સુગંધિ હોય છે. ૪) બાલપણથી જ પ્રભુની આહાર-વિહાર ક્રિયા ચર્મચક્ષુને અગોચર હોય છે. કર્મ અધ્યાથ} અગ્યાર કર્મશયથી ઉદ્ભૂત અગ્યાર અતિશયો:૫) માત્ર એક યોજન પ્રમાણ ક્ષેત્રમાં પણ કોટાકોટી દેવ, મનુષ્ય, તિર્યંચો સુખ-સુખે સમાઈ શકે એવો પ્રભુનો અચિંત્ય પ્રભાવ છે. ૬) ધર્મદશક પરમાત્મા અર્ધમાગધી ગિરામાં અનરાધાર વરસે છે અને પરમાત્માના અવર્ણનીય મહિમાથી દેવ, મનુષ્ય અને પ્રાણી યોજનગામિની વાણીને સ્વ-સ્વ ભાષામાં સમજી શકે છે. ૭) પરમ તેજસ્વી પરમાત્માના મસ્તકની પાછળ સહસ્ત્ર સહસ્ત્રકિરણ સૂર્યોના તેજને ક્યાંય ગળી જાય એવું પ્રભામંડલ હોય છે. ૮) જ્યાં પ્રભુના પરમપાવન પદનો સંચાર થાય ત્યાં તો બધાને સુખશાતા હોય જ, પણ ત્યાંથી ૧૨૫ યોજન સુધીમાં પણ કોઈ | રોગ ને સ્થાન રહેતું નથી. ૯) તેમજ ૧૨૫ યોજનમાં ભલભલા વૈરી એવા જંગલી પશુઓના પણ સમસ્ત વૈરો શાંત થઈ ગયા હોય પછી ત્યાં વૈરનો છાંટો'ય | ક્યાંથી હોય ? ૧૦) ધાન્યાદિને નુકશાન પહોંચાડનાર મૂષક, શલભ, પતંગ વગેરે જીવોની ઉત્પત્તિ સ્વરુપ ઈતિ ઉપદ્રવની ત્યાં ઈતિથી થયેલ હોય છે. ૧૧) અકાળ- ઓચિંતા મૃત્યુ = મારિની જ્યાં કોઇ જ શક્યતા રહેતી નથી. ૧૨) કરુણાની અતિવૃષ્ટિ કરનારા નાથના ૧૨૫ યોજન ક્ષેત્રમાં અતિવૃષ્ટિ એ તો નામશેષ જ હોય છે. ૧૩) જેમની કરુણા જગત પર અનરાધાર વરસી રહી હોય એવા દેવાધિદેવના સાનિધ્યમાં અવૃષ્ટિ તો શાબ્દિક ઘટના જ હતી બાકી લોકોને અવૃષ્ટિની ચિંતા હોય જ શું ? ૧૪) જ્યાં કરૂણાનિધાન પરમાત્મા વિચરતાં હોય ત્યાં તો નિત-નિત કુશળ-મંગળ અને આનંદ-મંગળ હોય જ તેમાં શી નવાઈ ? પણ પ્રભુના અવગ્રહથી ૧૨૫ યોજન સુધી ક્યાંય અકાળ કે દુઃકાળ નો ભય જ નહીં. બધે હરિયાળી-હરિયાળી, લીલુછમ લીલુછમ, સુકાળ-સુકાળ. ૧૫) જ્યાં વીતભય પ્રભુ વિચરે ત્યાં સ્વચક્ર (બળવો) અને પરચક (અન્યરાજા વિ.) નો કોઈ જ ભય સંભવી શકતો નથી. (૮ થી ૧૫ અતિશયોના પ્રભાવ ૧૨૫ યો. ક્ષેત્રમાં જાણવો.) 139 ત્રિલોક તીર્થ વંદના and Personal Use Only
SR No.020837
Book TitleTrilok Tirth Vandana
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy