________________
પૂર્વ પશ્ચિમ મહાવિદેહમાં શાશ્વત ચૈત્યોને વંદના... થયો ૧૨૪, પ્રતિમાજી ૧૪૮૦૦
સામેના પાનામાં બે ચિત્રો છે. મહાવિદેહ ક્ષેત્રનું આખુ ચિત્ર છે. બીજુ મહાવિદેહ ક્ષેત્રની એક વિજયનું ચિત્ર છે. ચિત્ર મોટું હોવાથી આડું લીધું છે.
જંબૂ દ્વીપના ચિત્રમાંથી મહાવિદેહ ક્ષેત્રનું ચિત્ર અલગ અહીં આપણે લીધું છે. મહાવિદેહ ક્ષેત્રની ઉત્તરમાં નીલવંત પર્વત છે. દક્ષિણમાં નિષધ પર્વત છે. મહાવિદેહ ક્ષેત્રની મધ્યમાં મેરુ પર્વત છે. તેમજ નીલવંત અને નિષધ પર્વતમાંથી નીકળેલા બે બે ગજદંત પર્વતો મેરુ પર્વત સુધી પહોંચે છે અને આ બે બે ગજદંત પર્વતોની અંદરના ક્ષેત્ર તે ઉત્તરકુરુ તથા દેવકુરુ ક્ષેત્રો છે. વળી નીલવંત પર્વત તથા નિષધ પર્વતના કેસરી દ્રહ અને તિગિચ્છી દ્રહમાંથી નીકળીને સીતા-સીતોદા નામની નદીઓ પણ મહાવિદેહ ક્ષેત્રમાં પડી મેરુ તરફ આગળ વધી મેરુથી પૂર્વ તથા પશ્ચિમ તરફ વહીને લવણ સમુદ્રને મળે છે.
દેવકુ, ઉત્તરકુરુ તથા મેરુ પર્વત પર રહેલા જિનમંદિરોને પછીથી જુહારીશું. આ સિવાયના પૂર્વ પશ્ચિમ મહાવિદેહમાં ૧૨૪ શાશ્વત ચેત્યોને આ પ્રકરણમાં આપણે વંદન કરીશું.
મેરુની પૂર્વ તરફના મહાવિદેહ ક્ષેત્રને આપણે પૂર્વ મહાવિદેહ કહીશું. પશ્ચિમ તરફના મહાવિદેહને પશ્ચિમ મહાવિદેહ કહીશું. આ બંને વિભાગના પણ સીતાદાસીતા નદી ઉત્તર-દક્ષિણ વિભાગ કરે છે.
' એટલે આ મહાવિદેહના કુલ ચાર ભાગ થાય છે. ૧) પૂર્વ ઉત્તર મહાવિદેહ, ૨) પૂર્વ દક્ષિણ મહાવિદેહ, ૩) પશ્ચિમ ઉત્તર મહાવિદેહ, ૪) પશ્ચિમ દક્ષિણ મહાવિદેહ.
e આ દરેક ભાગમાં એક વિજય પછી વક્ષસ્કાર પર્વતપુનઃ વિજય પછી નદી પછી પાછી વિજય પછી વક્ષસ્કાર પર્વત એમ એક વખત વિજયની પછી વક્ષસ્કાર પર્વત બીજી વખત વિજયની પછી અંતર્નદી. એ ક્રમથી કુલ ૮ વિજય ૪ વક્ષસ્કાર પર્વત અને ૩ અંતર્નદી આવે. ચાર વિભાગમાં થઈ કુલ ૩૨ વિજય, ૧૬ વક્ષસ્કાર પર્વતો તથા ૧૨ અંતર્નદીઓ થઈ. છેલ્લી વિજયના અંતે વનખંડ આવે છે. વિજય એટલે છ ખંડનો સમૂહ. તેની રાજધાની હોય છે, ઉપરાંત અનેક ક્રોડો ગ્રામ વગેરે હોય છે. ૧ થી ૩૨ આંકડા લખ્યા છે, તે ૩૨ વિજયો છે.
(૧૬) દરેક વક્ષસ્કાર પર્વતો પર ચાર ચાર ફૂટ છે. તેમાં નદી તરફના કૂટ પર શાશ્વત ચેત્યો છે. દરેકમાં ૧૨૦ પ્રતિમાજી છે. આ રીતે કુલ ૧૬ ચૈત્યોમાં બિરાજમાન ૧,૯૨૦ જિનપ્રતિમાજીઓને મારી ભાવભરી વંદના...' નમો જિણાણ...
(૧૨) બારે અંતર્નદીઓ પર્વત પરથી કુંડમાં પડે છે. દરેક કુંડની મધ્યમાં દ્વીપ છે. તેના પર એક એક જિનમંદિર છે. બાર જિનમંદિરમાં કુલ ૧,૪૪૦ જિન પ્રતિમાજીઓને મારી ભાવભરી વંદના... નમો જિણાયું...
બનીશ વૈતાઢયે તથા ચોસઠ અરિંતા કુંડમાં દ્વાદશ તથા અંતરનદીના કુંડમાં દો શાશ્વતા થોડા જિનાલય સોળ વકૃત,518 121રે 1$ખરના ત્રણ લોકના સર્વ તીર્થને ૧૬ માસથી હું ચંદન!
89 ત્રિલોક તીર્વ વંદના
For Private and Personal Use Only