________________
૩૦૩
ગુજરાતી અનુવાદ અ. ૫ જંબુદ્વીપનું વિશેષ નિરૂપણ સૂ૦ ૨૧ ભદ્રશાલ વન, નન્દનવન, સૌમનસવન અને પાન્ડકવન ભદ્રશાલ વનથી પાંચસો જનની ઉચાઈ પર નંદનવન છે નંદનવનથી સાડા બાસઠ હજાર જન ઉપર સૌમનસ વન છે અને સૌમનસ વનથી છત્રીસ હજાર જન ઉપર પાન્ડકવન છે. સુમેરૂની ચૂલિકા ચાલીશ
જન ઉંચી છે તે ચૂલિકા ચારસે ચારણું પેજન મધ્યાન્તર્ગત છે આ રીતે મધ્યમાં સુમેરુપર્વતવાળો જબૂદ્વીપ છે. જમ્બુદ્વીપને વિસ્તાર કેટલો છે આવી આશંકા થવાથી તેને જવાબ આપવામાં આવ્યો––તેનો વિસ્તાર એક લાખ એજનનો છે. જમ્મુ નામક વૃક્ષથી યુક્ત હોવાના કારણે આ દ્વીપ જમ્બુદ્વીપ કહેવાય છે. તે જબૂવૃક્ષ ઉત્તર કુરુક્ષેત્રની મધ્યમાં છે અનાદિ-અનંત છે, પાર્થિવ અર્થાત્ પૃથ્વિનું પરિણમન અને સ્વાભાવિક છે. જમ્બુદ્વીપ આ જ વૃક્ષથી યુક્ત છે. ૨૧
તત્વાર્થનિર્યુકિત-પહેલા કહેવામાં આવ્યું કે દ્વીપ અને સમુદ્ર વલય બંગડી જેવા ગેળ આકારના છે આ કથનથી જમ્બુદ્વીપ વલયાકાર હોવાને પ્રસંગ આવે છે, પણ તે વલયના આકારને નથી; આથી પૂર્વોક્ત કથનને અપવાદ અહીં પ્રદર્શિત કરવામાં આવે છે -
જમ્બુદ્વીપ બધાં દ્વીપ–સમુદ્રોની અંદર છે અર્થાત સ્વયંભૂરમણ સમુદ્ર પર્યન્ત જેટલાં પણુ દ્વીપ અને સમુદ્ર છે તે બધાંની અંદર છે. તે પ્રતરવૃત્ત અર્થાત્ કુંભારના ચાકડાની જેમ ગોળ જરૂર છે પણ બંગડી જેવો નથી. લવણ સમુદ્ર આદિને વલયના આકારના કહેવામાં આવ્યા છે અને જે વલયાકાર હોય છે તે ત્રિકોણ અને ચતુષ્કોણ પદાર્થોને પણ ઘેરી શકે છે. આવી સ્થિતિમાં જમ્બુદ્વીપને ત્રિકોણ અગર ચતુષ્કોણ સમજવાની ભૂલ ન થઈ જાય એ હેતુથી સૂત્રમાં “વૃત્ત” શબ્દ લેવામાં આવ્યો છે આથી સઘળાં દ્વીપ અને સમુદ્રો ગળાકાર હોવા છતાં પણ જમ્બુદ્વીપ પ્રતરવૃત્ત છે જે કુંભારનો ચાકડે હોય છે. તે હાથમાં પહેરવામાં આવતી બંગડીના જે ગોળાકાર નથી જ્યારે તેની પછીના લવણ સમુદ્ર આદિ વલયની જેમ ગોળાકાર છે, પ્રતરવૃત્ત નથી.
જમ્બુદ્વીપ મેરુનાભિક છે. અર્થાત તેની મધ્યભાગમાં મન્દરાચલ પર્વત છે. જમ્મુદ્વીપને એક લાખ એજનને વિસ્તાર છે. ભલે પૂર્વથી પશ્ચિમ સુધી માપવામાં આવે અથવા ઉત્તરથી દક્ષિણ સુધી, તેનું માપ સર્વત્ર એક લાખ એજનનું જ હોય છે.
મેરુપર્વત સેનાના થાળના મધ્યસ્થાન સમાન ગોળાકાર છે તેને એક હજાર એજન પરિમિત ભાગ ભૂમિ હેઠળ આવેલ છે જ્યારે નવ્વાણું હજાર એજન-પરિમિત ભાગ પ્રષ્યિની ઉપર છે જે જોઈ શકાય છે. પૃથ્વિમાં સ્થિત જે એક હજાર યોજન છે તેની લંબાઈ અને પહોળાઈ ૧૦૦૯૦ ૨ ભાગ છે. ઉપરના ભાગમાં જ્યાંથી શિખર શરૂ થાય છે ત્યાં એક હજાર જન છે તે પર્વત ત્રણ કાન્હવાળો, ત્રણે લેકને સ્પર્શ કરનારો તથા ભદ્રશાલ, નન્દન સૌમનસ અને પાવુક નામક ચાર વનેથી ઘેરાયેલો છે.
એક વિશિષ્ટ પ્રમાણથી યુક્ત વિચ્છેદ અથવા રચના વિશેષને કાન્ડ કહેવામાં આવે છે ત્રણ કાડામાંથી પ્રથમ કાર્ડ તે છે જે ભૂમિની અન્દર છે. શુદ્ધ પૃવિ પાષાણ, વજી તથા શર્કરાની વિપુલતાવાળા છે અને એક હજાર જન પરિમાણવાળા છે. બીજું કાર્ડ પૃવિની ઉપરથી શરૂ થાય છે, તે ત્રેસઠ હજાર યોજન છે અને ચાંદી, સોનું, મોતી તથા સ્ફટિક