________________
૨૯૨
તત્ત્વાર્થસૂત્રને તેજ જગાએ પૃથ્વિના-પરિણમનથી બનેલા અને નરકભૂમિના અનુભાવથી ઉત્પન્ન કરવામાં આવેલા શુલ, શિલા, શક્તિ, તમર મુસલ, મુગલ, કુન્ત, તલવાર, પટ્ટા, લાઠી, ફરસી, વગેરે શસ્ત્ર લઈને તથા હાથ પગ અને દાંતથી પણ પરસ્પર આક્રમણ કરે છે.
આપસના આઘાત–પ્રત્યાઘાતેથી આહત થયેલાં તેઓ આર્તનાદ કરે છે. તેમના અંગઅગ વિકૃત થઈ જાય છે. તેમને એટલી અપાર વેદના થાય છે કે તેઓ કતલખાનામાં લઈ જવામાં આવતાં ભેંસ, સુવર અને ઘેટાની માફક તરફડીઆ મારે છે અને લેહીના–કાદવમાં આળોટે છે તાત્પર્ય એ છે કે આ નારકોને નરકમાં પરસ્પર ઉત્પન્ન થનારા આવાં ઘોર દુઃખ સહન કરવા પડે છે ૧૪
'तच्चं पुढवि जाव संकिलिट्ठासुरोदीरियदुक्खाय'
સૂત્રાર્થ–ત્રીજી પૃથ્વિ સુધી સંકિલષ્ટ અસુર (પરમાધાર્મિક) દેવ પણ દુઃખ ઉપજાવે છે કે ૧૫ છે - તસ્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં નિરૂપણ કરવામાં આવ્યું કે નારક છે પૂર્વજન્મમાં બાંધેલા વેરનું સ્મરણ કરીને તથા નરકભૂમિઓના પ્રભાવથી પ્રભાવિત થઈને પરસ્પર દુઃખ ઉત્પન્ન કરે છે. અત્રે એ બતાવવામાં આવી રહ્યું છે કે વાલુકાપ્રભા પૃથ્વિ સુધી અસુરકુમાર દેવ પણ નારકેને દુઃખ ઉત્પન્ન કરે છે–ત્રીજી પૃથ્વિ પર્યત અર્થાત્ વાલુકાપ્રભા પ્રષ્યિ સુધી પૂર્વજન્મમાં ઉપાર્જિત અત્યન્ત સંકિલષ્ટ પરિણામે દ્વારા ઉત્પન્ન પાપ કર્મના ઉદયથી પરમાધાર્મિક અસુર પણ નારક જીવને દુઃખ ઉત્પન્ન કરે છે.
સૂત્રમાં સંકિલષ્ટ વિશેષણના પ્રયોગ દ્વારા એ પ્રદર્શિત કરવામાં આવ્યું છે કે બધાં અસુર નારકને પીડા પહોંચાડતાં નથી તો પણ કેટલાક પરમાધાર્મિક નામના અભ્ય અમ્બરીષ આદિ અસુર જ પીડા આપે છે.
સંકિલષ્ટ અસુર રત્નપ્રભા, શર્કરા પ્રભા અને વાલુકાપ્રભા આ ત્રણ ભૂમિમાં જ નારક જીવોની બાધાને નિમિત્ત બને છે; આનાથી પછીની પંકપ્રભા આદિ પૃથ્વિઓમાં તેઓ બાધા પહોંચાડતા નથી, કારણ કે ત્રીજી પૃથિી પછી તેમનું ગમન જ થતું નથી.
આ અસુરકુમાર નારક જીવોને અત્યન્ત તપાવેલા હરસનું પાન કરાવે છે, ઘણા જ તપાવેલા લોહસ્તંભનું આલિંગન કરાવે છે, કૂટશાલ્મલી વૃક્ષ પર કે જેનાં પાંદડા તલવારની ધાર જેવાં અણિદાર હોય છે તેના ઉપર ચઢાવે–ઉતારે છે, લોખંડના હથોડાથી માર મારે છે, રંધા, છરા વગેરેથી છોલે છે, તેમનાં ઘા ઉપર ગરમ કરેલું કકડતું તેલ છાંટે છે, લેહમય ઘડાઓમાં તેમને બાફે છે, રેતીમાં શેકે છે, વૈતરણી નામની નદીમાં ડુબાડે છે, યંત્ર (ઘાણી....)માં પલે છે વગેરે અનેક પ્રકારથી નારકેને તેઓ દુખ ઉત્પન્ન કરે છે.
નારક જીવોના શરીરનું છેદન-ભેદન કરવા છતાં પણ અને શરીરના કકડે-કકડા કરી નાખવા છતાં પણ અકાળે તેમના મરણ થતાં નથી તેઓ અનપવર્લે-આયુષ્યવાળા હોય છે.
અસુર શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે સમજવી જોઈએ—અસુરત્વ ઉત્પન્ન કરનાર દેવગતિ નામ કર્મના એક ભેદના ઉદયથી જે બીજાને સત્ત-પિત્ત અર્થાત્ દુઃખમાં નાખે છે તે “અસુર” કહેવાય છે કે ૧૫ છે