________________
ગુજરાતી અનુવાદ
કલ્પતીત હૈ. દેવાના ભેદોનું નિરૂપણ સૂ. ૨૧
૫૧
જે ધ્રુવ ખાર પાથી અતીત–બહાર છે તે કપાતીત કહેવાય છે. અથવા જે દેવામાં ઇન્દ્ર, સામાનિક આદિની કલ્પના થતી નથી—જેમાં સ્વામી-સેવક ભાવ હાતા નથી, જેએ સઘળાં અહમિન્દ્ર છે, તે દેવાને કલ્પાતીત કહે છે. આ દેવ ખાર દેવલાકથી ઉપર રહે છે. વિમાને માં ઉત્પન્ન થવાના કારણે તેમની વૈમાનિક સંજ્ઞા છે. તેઓ ચૌદ પ્રકારના છે—નવગૈવેયક વિમાનામાં ઉત્પન્ન થનારા અને પાંચ અનુત્તર વિમાનામાં ઉત્પન્ન થનારા ૨૧
તત્ત્વા નિયુકિત—આની પહેલા સૌધમ્, ઇશાન આદિ ખાર પ્રકારના કલ્પાપપન્ન વૈમાનિક દેવાની પ્રરૂપણા કરવામાં આવી હવે ચૌદ પ્રકારના કપાતીત વૈમાનિકોની પ્રરૂપણા કરવા માટે કહીએ છીએ-
કલ્પાતીત વૈમાનિક દેવ ચૌદ પ્રકારના છે—નવત્રૈવેયક અને પાંચ અનુત્તરૌપપાતિક
સૌધ આદિ પૂક્તિ ખાર કલ્પાથી જે અતીત હાય અર્થાત્ તેનાથી પણ ઉપરના ક્ષેત્રમાં જે હાય તે કલ્પાતીત કહેવાય છે અથવા જે ઈન્દ્ર સામાનિકના ભેદ કલ્પનાથી અતીત હાય-અધા સરખી શ્રેણીના હાય, તે કપાતીત કહેવાય છે—કલ્પાતીત દેવાના પૂર્વોક્ત ચૌદ ભેદ છે
ત્રૈવેયક વિમાન નવ છે. પ્રરૂપણાની અનુકૂળતાની દૃષ્ટિએ તેમનુ' ત્રણ ભાગોમાં વિભાજન કરવામાં આવ્યું છે–ત્રણ અધસ્તન અર્થાત્ નીચેના, ત્રણ મધ્યમ અર્થાત વચ્ચેના અને ત્રણ ઉપરતન અર્થાત્ ઉપરના જે વિમાન સર્વોત્કૃષ્ટ છે, જેમનાથી ઉત્તમ કોઈ વિમાન નથી તે અનુત્તર વિમાન કહેવાય છે. તે પાંચ છે વિજય વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ નવ ત્રૈવેયકવાસી અને પાંચ અનુત્તર વિમાનવાસી, આ બંને મળીને કલ્પાતીત દેવા ચૌદ પ્રકારના છે.
આ લાક પુરુષાકાર છે. લાક પુરુષની ડોકના સ્થાને જે વિમાના આવેલા છે તે ગ્રેવેચક કહેવાય છે તે વિમાનામાં રહેનારા દેવે પણ ત્રૈવેયક કહેવાય છે.
પાંચ અનુત્તર વિમાન બધા વિમાનાની ઉપર અવસ્થિત છે આથી તેમને અનુત્તર કહેવામાં આવ્યા છે. જેનાથી ખીજું કશુ જ તેમજ શ્રેષ્ઠ નથી તે અનુત્તર કહેવાય છે. વિજય વૈજયન્ત આદિ દેવાના નામ છે અને દેવાના નામથી વિમાનાના પણ એ જ નામ છે.
!
જેઓએ સ્વર્ગ સંબંધી અભ્યુદયની પ્રાપ્તિમાં વિન્ન નાખનારા બધાં કારણેાને વિજિત કરી લીધા છે અર્થાત્ તેમના પર વિજય પ્રાપ્ત કરી લીધા છે તે ત્રણ દેવા વિજય, વૈજયન્ત અને જયન્ત કહેવાય છે તે દેવેશ અભ્યુદયના નાશ કરનારા કારણેાને દૂર કરીને અમન્ત્ર (તીવ્ર) આનંદ રૂપ સ્વ સુખના સમૂહને આત્મસાત કરીને ભાગવે છે. આવી જ રીતે સ્વર્ગીય સુખમાં અડચણા ઉભી કરનારા કારણેાથી જેએ પરાજિત ન થયા હાય તેએ અપરાજિત કહેવાય છે. જે દેવ અભ્યુદય સંબંધી સમસ્ત અર્થાંમાં સિદ્ધ (સફળ) હેાય તે સર્વાર્થસિદ્ધ દેવં સ્વગંના સુખાની ચરમ સીમા સુધી પહોંચી ચૂકયા છે આથી સર્વ પ્રયાજનામાં તેમની શક્તિ અભ્યાહત હાય છે.
અથવા જે દેવ સ અર્થાં અર્થાત્ પ્રયાજનાથી સિદ્ધ છે તે સર્વા સિદ્ધ કહેવાય છે. સમસ્ત અતિશયશાળી અને અત્યન્ત રમણીય શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિથી જે સિદ્ધ અર્થાત્ પ્રખ્યાત છે તેના સર્વાંસિદ્ધ સમજવા જોઈ એ.