________________
ગુજરાતી અનુવાદ અ. ૪. વનવ્યંતર દેવેના આઠ ભેદોનું કથન સૂ. ૧૮ ૨૪૫
તાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં ભવનપતિ-દેના દસ ભેદની પ્રરૂપણ કરવામાં આવી હવે કમપ્રાપ્ત વાનયંતર દેવેના આઠ વિશેષ ભેદની પ્રરૂપણું કરવા માટે કહીએ છીએ –
વાતવ્યન્તર દેવ આઠ પ્રકારના છે–(૧) કિન્નર (૨) કિપુરૂષ (૩) મહારગ (૪) ગંધર્વ (૫) યક્ષ (૬) રાક્ષસ (૭) ભૂત અને, (૮) પિશાચ
જે વનમાં હોય તે “વાને કહેવાય છે અને જે વિવિધ દેશાન્તરમાં નિવાસ કરતા હોય તે ચન્તર કહેવાય છે. વાન જે વ્યન્તર છે તેમને વનવ્યન્તર કહે છે. આ એક પ્રકારની દેવનિ છે. તેઓ આઠ પ્રકારના હોય છે–કિન્નર, કિ પુરૂષ, મહારગ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ, અહીં જે કમને ઉલ્લેખ કરવામાં આવ્યા છે તે પ્રજ્ઞાપનાસૂત્ર અનુસાર છે. ઉત્તરાધ્યયન સૂત્રને ક્રમ આ પ્રકારે છે–વનવ્યન્તર દેવ આઠ પ્રકારનાં છે–પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંગુરુષ, મહારગ અને ગંધર્વ.
આ આઠ પ્રકારના દેવેની જે પિશાચ આદિ સંજ્ઞાઓ છે તે પિતપોતાના નામકર્મના ઉદય વિશેષથી સમજવી જોઈએ.
વાતવ્યન્તરના આવાસ-આ રત્નપ્રભા પૃથ્વીના એક હજાર જન મોટા રત્નમય કાર્ડની ઉપર સો જન અવગાહન કરીને અને નીચે પણ એકસે યેાજન છેડી દઈને વચ્ચેના આઠ એજનમાં તિછ અસંખ્યાત હજાર ભૌમેય નગરાવાસ છે, આ નગરાવાસ બહારથી ગોળ, અંદરથી ચતુષ્કોણ અને નીચેથી ભમરાના કાનના આકારના છે. આ નગરાવાસમાં વાનગૅતર દેવ નિવાસ કરે છે . ૧૮
તત્વાર્થનિર્યુકિત–પૂર્વસૂત્રમાં ભવનપતિ દેના દસ વિશેષ ભેદ કહેવામાં આવ્યા હવે કમ પ્રાપ્ત વાનચન્તર દેના આઠ વિશેષ ભેદોની પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ– વાતવ્યન્તર દેવ આઠ પ્રકારના છે—કિન્નર, કિં પુરુષ, મહારગ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ, - વનમાં રહેનારા વાન કહેવાય છે અને વિવિધ દેશાન્તમાં રહેનાર વ્યન્તર કહેવાય છે વાતવ્યન્તર કેનિના આ દેવે આઠ પ્રકારના છે-કિન્નર, ક્રિપુરુષ, મહેરગ, ગંધર્વ, યક્ષ, શક્ષસ, ભૂત અને પિશાચ.
આ દેવ અધલેક, મધ્યલોક, (તિરછો ) ઉદ્ઘલેકમાં–ત્રણે લેકમાં-સ્વતંત્રતાપૂર્વક ઈચછાનુસાર વિચરણ કરે છે અને દેવેન્દ્રશક તથા ચક્રવતીની આજ્ઞા અનુસાર પણ વિચરણ કરે છે.
એમને ગતિપ્રચાર અનિયત હોય છે કોઈ–વ્યન્તર સેવકની જેમ માણસની પણ સેવા કરે છે. તિછલેકમાં અનેક પ્રકારની ટેકરી, ગુફા, જંગલ અને દર વગેરે સ્થાનેમાં નિવાસ કરે છે આ કારણથી જ તેમની સંજ્ઞા વનવ્યન્તર છે.
ઉત્તરાધ્યયનસૂત્ર અનુસાર આ આઠ ભેદોને ક્રમ આ મુજબ છે–પિશાચ ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિપુરુષ મહેરગ અને ગન્ધર્વ
પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદમાં દેવાધિકારમાં કહ્યું છે.