SearchBrowseAboutContactDonate
Page Preview
Page 915
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ તત્વાર્થસૂત્રને આથી હમેશા અભ્યાસ રૂપમાં પૌષ્ટિક રસેના સેવનનો ત્યાગ કરવો જોઈએ. બ્રહ્મચર્યની રક્ષા માટે આ બધાનો ત્યાગ આવશ્યક છે. (૨૧-૨૫) આવી જ રીતે બાહ્ય તથા આત્યંતર પરિગ્રહથી રહિત શ્રમણે મનેજ્ઞ રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દની પ્રાપ્તિ થવાથી રાગ અને અમને રૂપ આદિની પ્રાપ્તિ થવાથી દ્વેષ કરવો જોઈએ નહીં. આ ભાવનાઓથી અપરિગ્રહમહાવ્રતમાં દઢતા આવે છે. સમવાયાંગસૂત્રના પચીસમાં સમવાયમાં કહે છે. પાંચ મહાવ્રતની પચીસ ભાવનાઓ કહી છે તે આ પ્રમાણે છે –(૧ ઈર્યાસમિતિ (૨) મનગુપ્તિ ૩) વચનગુપ્તિ (૪) આતિપાનભેજન (૫) આદાનભાડમાત્રનિક્ષેપણા સમિતિ (૬) અનુવાચિભાષણ (૭) ક્રોધવિવેક (૮) લભવિવેક (૯) ભયવિવેક (૧૦) હાસ્યવિવેક (૧૧) અવગ્રહાનુજ્ઞાપનતા (૧૨) અવગ્રહસિમાજ્ઞાનતા (૧૩) સ્વયમેવાવગ્રહાનુગ્રહણતા (૧૪) સાધાર્મિકેની અનુમતિ લઈને આહાર વગેરે ભેગવ (૧૫) સામાન્ય આહારે પાણીની અનુમતિ લઈને ભેગાવા (૧૬) સ્ત્રી-પશુ-પંડકરહિત શયના સનને ત્યાગ કરવો (૧૭) સ્ત્રીકથાને ત્યાગ (૧૮ પૂર્વે ભગવેલા ભેગોનું સ્મરણ ન કરવું (૧૯) સ્ત્રીઓની ઈન્દ્રિયોના અવલોકનો ત્યાગ કરે (૨૦) પ્રણીતાહારવર્જિન (૨૧) શ્રોત્રે ન્દ્રિયાગોપરિત-શબ્દના વિષયમાં રાગ ન કરવો (૨૨) ચક્ષુરિન્દ્રિયના વિષયમાં રાગ ન કરે (૨૩) ઘ્રાણેન્દ્રિયના વિષયમાં રાગ ન કર (૨૪) જીભઈન્દ્રિયના વિષયમાં રાગ ન કરે અને (૨૫) સ્પર્શનેન્દ્રિયના વિષયમાં રાગ ન કરવો. ૧રા _ 'हिंसादिसु उभयलोगे घोरदुहं चउराइभमणं च' સૂત્રાર્થ–હિંસાદિ પાપ કરવાથી આ લેકમાં અને પરલોકમાં ઘર દુઃખ થાય છે અને ચારે ગતિમાં પરિભ્રમણ કરવું પડે છે ૧૩ તત્વાર્થદીપિકા–પૂર્વ સૂત્રમાં પ્રાણાતિપાતવિરમણ આદિ પાંચ મહાવ્રતમાંથી દરેકની પાંચ-પાંચ ભાવનાઓની પ્રરૂપણ કરવામાં આવી હવે–આવી ભાવનાઓનું નિરૂપણ કરીએ છીએ જે બધાં જ વ્રતની સ્થિરતા માટે સમાન છે – પ્રાણાતિપાત મૃષાવાદ, તેય, અબ્રહ્મચર્ય, અને પરિગ્રહ એ પાંચ આસવોનું સેવન કરવાથી બંને લેકમાં અર્થાત્ આ લેકમાં અને નરક આદિ પરલેકમાં ભયંકર પરિતાપના ભોગવવી પડે છે. આ આસવના ફળ સ્વરૂપ નરક આદિમાં ભયંકર યાતનાઓ ભેગવવી પડે છે. એ પ્રકારની ભાવના ભાવવી જોઈએ અર્થાત વારંવાર એવો વિચાર કરવો જોઈએ. આશય એ છે કે જે જીવ જ્ઞાનપૂર્વક ક્રિયાનું અનુષ્ઠાન કરે છે અને હિંસા આદિ પાપના આચરણથી આ લોક અને પરલોક સંબંધી અનર્થો થવાનું ચિંતન કરે છે નરક વગેરેમાં થનારા અત્યંત તીવ્ર યાતનાઓને વિચાર કરે છે તેની હિંસા આદિ કાર્યોમાં પ્રવૃત્તિ થતી નથી આથી એવી ભાવના કરવી જોઈએ કે હિંસા આદિ પાપોમાં સર્વત્ર દુઃખ જ દુઃખ છે. આ પાપોનું સેવન કરવાવાળા નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા-આ ચાર ગતિઓમાં ભ્રમણ કર્યા કરે છે. ૧૩ તત્વાર્થનિકિત–આની પહેલાં પૂર્ણ રૂપથી હિંસા આદિથી વિરમવા રૂપ પાંચ મહાવ્રત અને દેશવિરતિ રૂપ પાંચ અણુવ્રતમાંથી દરેકની સ્થિરતા માટે પાંચ-પાંચ ભાવનાઓનું
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy