________________
૧૫૮
તત્વાર્થસૂત્રને તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં કહેવું છે કે ગુણ અને પર્યાયને આશ્રય દ્રવ્ય કહેવાય છે પરંતુ ગુણ કોને કહે છે ? એવી જિજ્ઞાસા થવાથી તેનું સમાધાન કરીએ છીએ.
જે દ્રવ્યમાં રહેતા હોય અને ગુણથી રહિત હોય તે ગુણ કહેવાય છે. અહીં નિર્ગુણ એવું કહેવાથી પ્રયાણુક વગેરે પુગલ સ્ક ધની વ્યાવૃત્તિ થઈ જાય છે જે નિર્ગુણ વિશેષણને પ્રયાગ ન કર્યો હતો તે પ્રયાણુક આદિ પરમાણુ દ્રવ્યોના આશ્રિત હોવાથી ગુણ કહેવાત. પરંતુ કયાશુક વગેરેમાં રૂપાદિ ગુણોનું અસ્તિત્વ છે તેઓ નિર્ગુણ નથી આથી ગુણનું ઉક્ત લક્ષણ તેમનામાં ઘટિત થતું નથી. આ કારણથી લક્ષણમાં અતિવ્યાપ્તિ દોષ પણ આવતો નથી. આથી એ સાબિત થયું કે જે દ્રવ્યને આશ્રિત હેય સ્વયં નિર્ગુણ હોય અને જેમાં ગુણત્વ દેખાય તે જ ગુણ છે. ક્રિયા છે કે દ્રવ્યાશ્રિત હોય છે. નિણ પણ હોય છે. પરંતુ તેમાં ગુણત્વને અભાવ હોવાથી અતિવ્યાપ્તિ દેષ આવતું નથી. ૩૦
તત્વાર્થનિર્યુકિત–પહેલાં કહેવાઈ ગયું કે દ્રવ્ય ગુણ અને પર્યાયને આધાર હોય છે પરંતુ ગુણ કેવા હોય છે કે જેના લીધે દ્રવ્ય ગુણવાન કહેવાય છે ? આ પ્રકારની જિજ્ઞાસાનું સમાધાન કરવા માટે કહેવામાં આવ્યું છે.
જે દ્રવ્યને આશ્રિત હેય સ્વયં નિર્ગુણ હેય તેમને ગુણ કહે છે. દ્રવ્યને આશ્રિત હોય અર્થાત્ દ્રવ્યના પરિણામ વાળ હોય અગર દ્રવ્યવન્તી હોય ગુણોથી રહિત હોય. નિર્ગુણ-ગુણ શુન્ય હોય તે ગુણ કહેવાય છે.
અહીં દ્રવ્ય અને ગુણને જે આશ્રય—આશ્રયિભાવ કહેવાય છે તે પરિણામિપરિણામ ભાવ સમજવું જોઈએ દ્રવ્ય પરિણામી છે અને ગુણ પરિણામ છે. આ ધારાધેય ભાવ અહીં વિવક્ષિત નથી કારણ કે જેમ કુન્ડ અને બેર-બંનેની સત્તા જુદી જુદી છે તેજ રીતે દ્રવ્ય અને ગુણ ભિન્ન ભિન્ન નથી આથી દ્રવ્યને આધાર અને ગુણને આધેય કહી શકાય નહીં.
અન્ય મત અનુયાયિઓએ દ્રવ્ય અને ગુણમાં સમવાય સંબંધને સ્વીકાર કર્યો છે તે પણ બરાબર નથી જે ગુણોને દ્રવ્યની સાથે સમવાય સંબંધ માનવામાં આવે તે સમવાય અને ગુણેમાં પણ કઈ સંબંધ માનવો પડશે. તે સમવાય પણ બીજે સમવાય સંબંધ માનવામાં આવે તે અનવસ્થા દોષ આવે. બીજે સમવાય માનવામાં આગમથી વિરોધ આવે છે.
સમવાયથી દ્રવ્ય અને ગુણમાં જે સમવાય નામનો સંબંધ છે તો તે સમવાય ક્યા સંબંધથી તેમનામાં રહે છે? સંયોગ સંબંધથી અથવા સમવાય સંબંધથી ? સંગ સંબંધ તે માની શકાય નહીં કારણ કે સંયોગ બે દ્રવ્યને જ થાય છે. અહીં ગુણ દ્રવ્યરૂપ નથી. જે સમવાય-સમવાય સંબંધથી રહે છે તો આ બીજા સમવાયમાં પણ ત્રીજા સમવાયની આવશ્યક્તા રહેશે અને ત્રીજા સમવાય માટે પુનઃ ચોથા સમવાયની આવશ્યકતા રહેશેઆવી સ્થિતિમાં અનવસ્થા દેષ આવે છે.
જે સમવાય સંબંધ આક્ષિપ્ત થયા વગર સ્વતંત્ર જ રહે છે તે પછી દ્રવ્યમાં ગુણોને રહેવા માટે પણ સમવાયની આવશ્યક્તા ન રહેવી જોઈએ. તે પછી એવું પણ ન માનવું જોઈએ કે દ્રવ્ય સમવાય સંબંધ દ્વારા ગુણેની સાથે સંબદ્ધ છે કારણ કે આપના કથન મુજબ ઘટ તથા પટની જેમ સમવાય દ્રવ્ય અને ગુણમાં આશ્રિત નથી. ઘટ અને પટમાં સમવાય