________________
૧૫૬
તત્વાર્થસૂત્રને પુદગલે સાથે, ત્રિભાગને ત્રિભાગ સાથે......અનન્ત ભાગ સ્નિગ્ધ સદશ પુદ્ગલેના અનન્ત ભાગ સદશ પુગલે સાથે બબ્ધ થાય છે.
આવી જ રીતે દ્વિભાગ રૂક્ષ પુગલેને દ્વિભાગ રૂક્ષ પુદ્ગલોની સાથે, વિભાગ રૂક્ષેને ત્રિભાગ રૂક્ષેની સાથે બન્ધ થતું નથી આ મુજબ અનત ભાગ રૂક્ષ પુદ્ગલને સદશ... અનન્ત રૂક્ષ પુદ્ગલેની સાથે બન્ધ થતું નથી જે ગુણ (ભાગ ની વિષમતા હોય તે જઘન્ય ગુણને છોડીને સદશ પુદ્ગલેને પણ બન્ધ થઈ જાય છે મારા
'गुणपज्जायासवो दव्वं' ॥ મૂળસૂત્રાર્થ—જે ગુણે અને પર્યાને આશ્રય છે તે દ્રવ્ય કહેવાય છે રિલા
તત્ત્વાર્થદીપિકા–પહેલા જે કે “ત્પાદુક સઆ દ્રવ્યનું લક્ષણ કહેવાઈ ગયા હોવા છતાં પણ કંઈક વિશેષ પ્રતિપાદન કરવા માટે બીજા પ્રકારના દ્રવ્યનું લક્ષણ કહીએ છીએ-ગુણે અને પર્યાને જે આશ્રય છે તે દ્રવ્ય કહેવાય છે.
એક દ્રવ્યને બીજા દ્રવ્યોથી પૃથક કરનાર વિશેષને ગુણ કહે છે. રૂપ વગેરે તથા જ્ઞાન વગેરે ગુણ છે. જે સ્વભાવ અને વિભાગ રૂપથી બદલાતા રહે છે તેને પર્યાય કહે છે. જેમ ઘડે, શરૂ, કોશ વગેરે મૃત્તિકા દ્રવ્યના પર્યાય છે અને જ્ઞાન, ક્રોધ, માન માયા લેભ વગેરે જીવ દ્રવ્યના પર્યાય છે. - આ ગુણો અને પર્યાનો જે આધાર છે તે જ દ્રવ્ય છે ગુણ અને પર્યાયનો તફાવત એ છે કે ગુણ અન્વયી અને પર્યાય વ્યતિરેકી હોય છે.
જીવ પિતાના જ્ઞાન વગેરે ગુણેથી પુદ્ગલ વગેરે દ્રવ્યથી પૃથક છે આ કારણથી જ જ્ઞાનાદિ જીવના ગુણ કહેવાય છે અને તેમને આશ્રય જીવ કહેવાય છે એવી જ રીતે પુદગલ આદિ દ્રવ્ય પોત-પોતાના રૂ૫ રસ ગધ સ્પર્શ આદિ ગુણોને લીધે જીવાદિ અન્ય દ્રવ્યોથી પૃથફ કરવામાં આવે છે આથી જ રૂપ વગેરે પુગલ વગેરેના ગુણ કહેવાય છે અને પુદ્ગલ આદિ દ્રવ્ય કહેવાય છે જે જીવમાં જ્ઞાનાદિ વિશિષ્ટ ગુણ ન હતા અને પુરૂગલમાં રૂપ વગેરે વિશિષ્ટ ગુણ ન હોત તે જીવ અને પુકલ વગેરેમાં દ્રવ્યત્વ સમાન હોવાથી કેઈ ભેદ ન રહેત-બધાં દ્રવ્ય એકમેક થઈ જાત ગુણ છે કે દ્રવ્યની જેમ નિત્ય છે પરંતુ તેમના પર્યામાં પરિવર્તન થતું રહે છે. આ અવરથા-પરિવર્તન પર્યાય કહેવાય છે. આ રીતે પર્યાય જેવા દ્રવ્યના હોય છે તેવા જ ગુણના પણ હોય છે. આ રીતે ગુણો અને પર્યાયોને સમૂહ, જે તેમનાથી થોડોક જુદો છે, દ્રવ્ય કહેવાય છે. પારકા
તસ્વાર્થનિર્યુકિત–પહેલા ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને જીવ એ છે દ્રવ્યોનું સામાન્ય રૂપથી પ્રતિપાદન કરવામાં આવ્યું પરંતુ સામાન્ય માત્ર કથનથી જ ધર્મ વગેરે દ્રવ્યના વિશેષ સ્વરૂપનું પરિસાન થઈ શકતું નથી આથી તેમના સ્વરૂપનું જ્ઞાન કરાવવા અર્થે વિશેષ લક્ષણ કહીએ છીએ.
- જે ગુણો અને પર્યાને આધાર છે તે દ્રવ્ય છે. રૂપ આદિ અને જ્ઞાન આદિ ગુણ કહેવાય છે. સંખ્યાત અસંખ્યાત અને અનન્ત સંખ્યા દ્વારા તેમની ગણત્રી કરવામાં આવે છે આથી તેમને ગુણ કહે છે. દ્રવ્યની વિશિષ્ટ અવસ્થા પર્યાય કહેવાય છે. દ્રવ્ય શાશ્વત છે.