________________
ગુજરાતી અનુવાદ અ. ૨. સ્કંધના બંધત્વનું નિરૂપણ સૂ. ૨૮
૧પ૩ તે એકાંદિગુણ અધિક પુદ્ગલેમાં સદશ સ્નિગ્ધ પુદ્ગલમાં તથા સદશ રૂક્ષ પુલમાં વિશિષ્ટ પરિણમનની શક્તિનો અભાવ હોય છે.
એક ગુણ સ્નિગ્ધ પરમાણુ આદિ પુદ્ગલની અપેક્ષા દ્વિગુણ સ્નિગ્ધ પરમાણુ પુદ્ગલ એક ગુણ અધક કહેવાય છે, બે ગુણ સ્નિગ્ધ પરમાણુ પુદ્ગલની અપેક્ષા ત્રણ ગુણ સ્નિગ્ધ પરમાણુ પુદ્ગલ એકગુણધિક કહેવાય છે, ત્રણ ગુણ સ્નિગ્ધ પરમાણુ પુગલની અપેક્ષા ચતુર્ગુણ સ્નિગ્ધ પરમાણુ પુદ્ગલ એક ગુણાધિક કહેવાય છે એવી જ રીતે અનન્તગુણ પુદ્ગલ એક બીજાની અપેક્ષા એક ગુણાધિક સમજી લેવા જોઈએ.
પૂર્વોક્ત દલીલ મુજબ આ સદૃશ પુગલોને પરસ્પર બંધ થતું નથી. આ રીતે “જઘન્યને છેડીને આ વચન અનુસાર એક ગુણને છોડીને દ્વિગુણ પરમાણુ યુગલને ત્રિગુણ પરમાણુ પુદ્ગલની સાથે બન્ધ થતો નથી. એ જ રીતે ત્રિગુણને ચતુર્ગુણ સાથે બન્ધ થતું નથી ઈત્યાદિ પ્રકા થી શેપ વિકલ્પની પેજના સ્વયં કરી લેવી જોઈએ.
આમ એક ગુણ રૂક્ષ પરમાણુ પુદ્ગલ આદિની અપેક્ષા દ્વિગુણ રૂક્ષ પરમાણુપુગલ એક ગુણાધિક કહેવાય છે; બે ગુણ રૂક્ષતાવાળાની અપેક્ષા ત્રણ ગુણ રૂક્ષતાવાળા એક ગુણાધિક કહેવાય છે, ત્રણ ગુણ રૂક્ષની અપેક્ષા ચાર ગુણ રૂક્ષ એક ગુણાધિક કહેવાય છે એવી જ રીતે અનન્તગુણ રૂક્ષ એક ગુણાધિક હોય છે. આ બધાં સદશ પુદ્ગલોને પરસ્પર બન્ધ થતું નથી. એમને બન્ધ ન થવાના સંબંધમાં પૂર્વોક્ત દલીલ સરખી છે તે જ તક અત્રે પણ લાગુ પડે છે.
અહીં પણ જઘન્યવર્સ આ કથન અનુસાર દ્વિગુણને ત્રિગુણ સાથે બધ થતું નથી, ત્રિગુણને ચતુર્ગુણ સાથે બધે થતો નથી ઈત્યાદિ શેષ વિકલ્પોની યોજના સ્વયં કરી લેવી જોઈએ પરંતુ પૂર્વોક્ત પ્રકારથી દ્વિગુણુ સ્નિગ્ધને ચતુર્ગુણ સ્નિગ્ધ સાથે બન્ધ થાય છે. ત્રિગુણ સ્નિગ્ધ પુગલને પંચગુણ સ્નિગ્ધ પુદ્ગલની સાથે બન્ધ થાય છે ઈત્યાદિ રૂપથી આગળ પણ સમજી લેવું જોઈએ. પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે
સ્નિગ્ધ પુદ્ગલના બે અંશ અધિક સ્નિગ્ધ પુદ્ગલ સાથે અને રૂક્ષના બે અંશ અધિક રૂક્ષ પુગલ સાથે બન્ધ થાય છે સ્નિગ્ધ પુદ્ગલને રૂક્ષ પુદ્ગલ સાથે બન્ધ થાય છે ભલે તેઓ સમગુણવાળા હોય અગર વિષમ ગુણવાળા આમાં અપવાદ એ જ છે કે જઘન્ય ગુણવાળાને બધ થઈ શક્તો નથી.
આ ગાથાના પૂર્વાર્ધમાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે જ્યારે સ્નિગ્ધ અગર રૂક્ષ-અસદશ અગલ હોય તે બે અંશ અધિક આદિની સાથે બન્ધ થાય છે. આમ સ્નિગ્ધને બે ગણ અધિક સ્નિગ્ધ સાથે અને રૂક્ષને બે ગુણ અધિક રૂક્ષની સાથે બન્ધ થવાનું સિદ્ધ થાય છે અને આ જ ગાથાના ઉત્તરાર્ધથી એ ફલિત થાય છે કે જઘન્ય ગુણથી વર્જિત સ્નિગ્ધ અને રૂક્ષ પુદ્ગલેને તેઓ વિષમ ગુણવાળા હોય કે સમ ગુણવાળા. પરસ્પરમાં બન્ધ થઈ જાય છે.
પ્રશ્ન—જ્યારે પરમાણુ એક બીજામાં મળે છે તે શું દ્વિદેશી વિગેરે સ્કન્ધના આકારમાં પરિણત થાય છે, અથવા પરિમંડળ આદિ પાંચ પ્રકારના આકારમાં પરિણત થાય છે? જે પરમાણુઓમાં સ્પર્શ આદિ પરિણામ વ્યવસ્થિત જ હોય. અગર સ્કમાં સ્પર્શ આદિ