________________
૧૪૦
તત્વાથસૂત્રના
દ્રવ્ય સામાન્યનુ લક્ષણ સત્ છે. આ કથનથી શું વિકારની ગ્રન્થિથી રહિત સત્તા માત્ર (ધ્રૌવ્ય) ધર્માદિનું લક્ષણ છે ? અથવા ઉત્પાદ અને વિનાશ રૂપ વિકાર જ તેમનુ લક્ષણ છે ? આ તમામ વિપ્રતિપત્તિઓનુ પણ નિવારણ થઈ જાય છે. કારણ કે સત્તા જ ધર્મ આદિનું સામાન્ય લક્ષણ છે. એ રીતે ગતિ, સ્થિતિ, અવગાહ આદિ ઉપકાર દ્વારા તેમનુ' અસ્તિત્ત્વ નક્કી થાય છે.
શકા—ગતિ સ્થિતિ આદિમાં નિમિત્ત થવાવાળા ધર્માદ્ધિ કાઈ અપ્રસિદ્ધ સત્તાવાળા છે ? સમાધાન-ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય રૂપ સત્ત્વ ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવદ્રષ્યેામાં ઉપલબ્ધ થાય છે આથી તેમની સત્તા પ્રસિદ્ધ છે. તે સત્ત્વથી જુદા થઈ શકતા નથી.
અહી' એ હકીકત સમજી લેવાની જરૂર છે કે ધર્મ અધ, આકાશ, કાળ, પુદ્ગલ અને જીવ એ છ દ્રવ્યો જગતનું સ્વરૂપ છે. આમાં જીવદ્રવ્ય જ ધર્મ અધમ વગેરેના અને પાત પેાતાના સ્વરૂપના ગ્રાહક છે. સંક્ષેપથી શબ્દ, અર્થ અને જ્ઞાન ખધામાં સત્ત્વ લક્ષ જડી આવે છે,—આથી આ લક્ષણ સર્વવ્યાપી છે. તાત્પર્ય એ છે કે ધર્મ, અધર્મ આદિ દ્રવ્યેનું સામાન્ય લક્ષણ સત્ત્વ જ સંગત હોય છે. ભગવતીસૂત્રના ૮માં શતકના ૯માં ઉદ્દેશકમાં સત્પદ દ્વારમાં કહ્યું છે-દ્રવ્યનુ લક્ષણ સત્ છે ॥ ૨૪ ॥
‘ઉષ્પાયવય ધૌવનુન્નસ' રા
મૂળ સૂત્રા—જે સત્ છે, ઉત્પાદ્ વ્યય તથા પ્રૌવ્યથી યુક્ત હાય છે. ૫ ૨૫ ॥
તા દીપિકા-પૂર્વ સૂત્રમાં દ્રવ્ય સામાન્યનુ લક્ષણ સત્ કહેવામાં આવ્યુ છે. પરંતુ “સ” કોને કહેવુ જોઈએ ? એવી જિજ્ઞાસા થવાથી સત્તું સ્વરૂપ કહીએ છીએ—
જે વસ્તુ ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યથી યુકત હેાય છે તે જ સત્ કહેવાય છે.
જીવ અથવા ધમ વગેરે અજીવ દ્રબ્યામાં પેાતાની મૂળ જાતિના પરિત્યાગ ન કરતા થકા અન્તર્ગ અને અહિર`ગ નિમિત્તોથી નૂતન પર્યાયનુ ઉત્પન્ન થવું ઉત્પાદ કહેવાય છે જેમ માટીના પિન્ડામાંથી ઘડાનુ સર્જન થાય છે એવી જ રીતે પૂ પર્યાયના વિનાશ થઈ જવા વ્યય કહેવાય છે જેમ ઘડા પર્યાયની ઉત્પત્તિ થવાથી માટીના પિન્ડ પર્યાયનુના રહેવુ વ્યય છે. આજ રીતે અનાદિ અનાદિ પારિણામિક ભાવથી વ્યય અને ઉત્પાદ ન થવા અર્થાત્ મૂળભૂત દ્રવ્યનુ' જેમને તેમ સ્થિર રહેવુ. ધ્રૌવ્ય ઘ્રુવતા સ્થિરતા આદિ સમાનાર્થીક શબ્દ છે જેમ સાનાના ટુકડા, કડા, કાનની વેલી, હાર આદિ સાનાની એકની પછી ખીજી થનાર અનેક સ્થિતિઓમાં સુવર્ણ દ્રવ્ય કાયમ રહે છે. (અંતે તો હેમનું હેમ હોય છે) એજ રીતે ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યથી યુકત વસ્તુ સત્ કહેવાય છે.
‘યુત્ સમાધી’ધાતુથી “યુક્ત” શબ્દ નિષ્પન્ન થયા છે આથી યુકતના અથ થાયસમાહિત જે ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યથી સમાહિત છે, ઉત્પાદ-વ્યયધ્રૌવ્યાત્મક છે ઉત્પાદ– વ્યય—પ્રોબ્યમય છે અગર ઉત્પાદ—વ્યય-ધ્રૌવ્ય સ્વભાવવાળી હાય છે તે જ સત્ કહેવાય છે.
આ પ્રકારે ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય સ્તૂપ દ્રવ્યના લક્ષણ છે. સટ્રૂપ દ્રવ્ય લક્ષ્ય છે. પર્ચાયા િકનયની અપેક્ષાથી ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય પરસ્પર ભિન્ન છે અને દ્રવ્યથી પણ