________________
તત્વાર્થસૂત્રને
તત્વાર્થદીપિકા–પૂર્વોક્ત રૂપ, રસ, ગંધ અને સ્પર્શવાળા-પુગલ બે પ્રકારનાં કહેવાયા છે–પરમાણું અને સ્કન્ધ. જો કે આ બંનેમાં પુલત્વ જાતિ સમાન છે તે પણ અવયવરહિત હોવાથી આણુ સૂક્ષમ છે અને સાવયવ હોવાથી સ્કંધ સ્થૂળ હોય છે. આ જ બંનેમાં અંતર છે. પરમાણુ આપણી ઇન્દ્રિયોથી અગોચર છે, માત્ર અનુમાન અને આગમથી જાણું શકાય છે. તે નિરવયવ અને સૂક્ષમ હોય છે.
સ્કંધરૂપ પુદ્ગલ આપણું ગ્રહણમાં આવી શકે છે કારણ કે તે સાવયવ અને સ્થૂળ હોય છે. સ્થાનાંગસૂત્રના બીજા સ્થાનકના ત્રીજા ઉદ્દેશકના ૮રમાં સૂત્રમાં કહે છે–
પુદ્ગલ બે પ્રકારના છે–પરમાણુ પુદ્ગલ તથા પરમાણુ યુગલ | ૨૧
તત્વાર્થનિયતિ–પહેલાં પુદ્ગલેનું પ્રતિપાદન કર્યું હવે ટુંકમાં તેમના ભેદનું નિરૂપણ કરીએ છીએ-પુદ્ગલ બે પ્રકારના છે-પરમાણુ અને સ્કંધ
પરમ આણુને પરમાણુ કહે છે. પરમાણુ એટલા સૂકમ હોય છે કે તે આપણી ઈન્દ્રિયના વિષય થઈ શક્તાં નથી તેમને અનુમાન અને આગમના પ્રમાણથી જ જાણી શકાય છે.
કહ્યું પણ છે–પરમાણુ કારણ જ હોય છે કાર્ય નહીં તથા સૂક્ષમ અને નિત્ય હોય છે તેમાં એક રસ, એક ગંધ, એક વર્ણ અને બે સ્પર્શ હોય છે. કાર્ય જ તેનું લિંગ છે અર્થાત સ્કધથી તેનું અનુમાન કરી શકાય છે.
જેટલાં પણ હયણુકથી લઈને અચિત્ત મહાત્કંધ પર્વત સ્કંધ છે તેમનું કારણ પરમાણું છે, કેમકે પરમાણુઓના મિલનથી જ તેમની નિષ્પત્તિ થાય છે તે અન્ય છે કારણ કે સમસ્ત ભેદના અંત સુધી વ્યાપ્ત રહે છે.
દ્વયણુંકથી લઈને મહાસ્કન્ધ સુધીની મૂર્ત વસ્તુઓનું કારણ પરમાણું છે. અમૂર્ત જ્ઞાનાદિનું કારણ આત્મા આદિ છે. આ બંને કારણોને સર્વથા વિનાશ થતું નથી જે એમ હોત તે તેની અસત્તાની પ્રાપ્તિ થઈ જાય અને તે સંજોગોમાં કંઈને ઉત્પન્ન ન કરી શકે. દા. ત. આકાશપુષ્ય કોઈને ઉત્પન્ન કરી શકતું નથી.
પરમાણુ સૂમ, નિરવયવ અને નિત્ય છે. પ્રત્યેક પરમાણુમાં એક રસ, એક ગંધ એક વર્ણ તથા બે સ્પ હેય છે. કાર્યથી પરમાણુઓનું અનુમાન કરી શકાય છે. પરમાણુ દ્વયાક આદિનું ઉપાદાન કારણ છે અને આત્મા જ્ઞાનના ઉપાદાન કારણ છે. પરમાણુ અને આખા અસ્તિત્વમાં પ્રયાસુક આદિ અને જ્ઞાન આદિ કાર્ય થાય જ છે. જે પરમાણુને તથા આત્માને અભાવ માનવામાં આવે તે તેમના પૂર્વોક્ત કાર્ય ઉત્પન્ન થઈ શકે નહીં. - જેના અસ્તિત્વથી જે થાય છે. અને જેના અભાવમાં જે થતું નથી, તે તેનું કાર્ય–કારણ કહેવાય છે,
અમુકના હોવા પર જ અમુકનું થવું–જેમ અગ્નિનું હેવાથી જ ધુમાડાનું દેવું—એને અમુકના ન હોવા પર અમુકનું ન હોવું-જેમ અગ્નિના અભાવમાં ધુમાડાનુ ન હોવું–આ અન્વયવ્યતિરેક કહેવાય છે. આના જ આધાર કાર્ચ કારણભાવને નિશ્ચય કરાય છે અર્થાત આનાથી આપણે જાણીએ છીએ કે અગ્નિ કારણ અને ધુમાડે કાર્ય છે.