________________
૧૨૪
તત્વાર્થસૂત્રને - આ માન્યતા અગ્ય છે આથી તેનું નિરાકરણ કરવા માટે કહીએ છીએ-પુગલમાં વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ હોય છે આ રીતે પુદ્ગલેમાં શુકલ આદિ વર્ણ બંધ રસ અને સ્પન સભાવ હોવાથી જીવને પુદ્ગલ કહી શકાય નહીં. વર્ણ આદિથી યુકત હોવાના કારણે પુદ્ગલ મૂર્ત હેય છે અને જીવ વર્ણ આદિથી રહિત હોવાના કારણે અમૂર્ત છે એવી રીતે જે મૂત્ત છે તે અમૂર્ત કેવી રીતે હોઈ શકે?
પૃથ્વીની જેમ પાણી વગેરે પણ વર્ણ ગંધ રસ અને સ્પર્શવાળા છે મન પણ સ્પર્શ આદિથી યુક્ત છે કારણ કે તે સર્વવ્યાપી નથી જેમ કે પાર્થિવ પરમાણું.
વણને પાંચ પ્રકાર છે-કાળ, વાદળી, પીળે ત તથા લાલ. ગંધના બે ભેદ છે-સુગંધ અને દુર્ગધ. રસ પાંચ જાતના છે-તી, કડ, કસાયલે, ખાટો તથા મધુર સ્પર્શના આઠ ભેદ છે (૧) કર્કશ (૨) મૃદુ (૩) ગુરૂ (૪) લઘુ (૫) શીત (૬) ઉષ્ણ (૭) ચિકણે અને (૮) લુખે. જો કે સમરસ (મીઠું) પણ બધાને જ અનુભવ છે પરંતુ તેને સમાવેશ મધુર રસમાં થઈ જાય છે અથવા પાંચેય રસમાં તેને અન્તર્ભાવ સમજી લેવું જોઈએ કારણ કે તે બધા રસનો રાજા હોય છે. પાણી વગેરે જે પુદ્ગલેમાં પ્રગટ રૂપથી ગબ્ધ વગેરેની પ્રતીતિ થતી નથી તેમાં પણ સ્પર્શ હોવાના કારણે અપ્રકટ ગબ્ધ આદિને સ્વભાવ સમજી લેવું જોઈએ કારણ કે આ વર્ણ વગેરે ચારેય નિયમથી સાથે રહે છે. જ્યાં એક હોય છે ત્યાં ચારે ચોકકસ હોય છે. પરમાણું આદિ પુદ્ગલેના રૂપ આદિ ગુણ તેમનાથી કવચિત્ ભિન્ન અને કવચિત અભિન્ન છે; એકાન્ત ભિન્ન અથવા અભિન્ન નથી. ભગવતી સૂત્ર (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્ર) ના શતક ૧૨ ઉદ્દેશક ૫ માં કહ્યું છે-પુદ્ગળ પાંચ વર્ણવાળા પાંચ રસવાળા બે ગન્ધ તથા આઠ સ્પર્શ વાળું કહેવામાં આવ્યું છે.
શંકા–વિજ્ઞાનથી ભિન્ન સ્પર્શ, રૂપ રસ તથા ગંધવાળા કઈ પુદ્ગલદ્રવ્યનું અસ્તિત્વ નથી. વિજ્ઞાન જ ઘટ પટ આદિ વિવિધ પુદ્ગલેના આકારમાં પ્રતિભાસિત થાય છે જેમ સ્વરૂપમાં અનેક પદાર્થોની પ્રતીતિ થાય છે પરંતુ વાસ્તવમાં તેમનું અસ્તિત્વ હોતું નથી, તે બુદ્ધિકપિત જ હોય છે, એવી જ રીતે વિજ્ઞાન જ ઘટ પટ આદિના રૂપમાં પ્રતીત થાય છે. તેમની કઈ પારમાર્થિક સત્તા નથી.
સમાધાન–એવું ન કહેશે. આપનું આ વિધાન અનુભવથી વિરુદ્ધ છે. જ્ઞાન અન્તઃસ્થિત પ્રતીત હોય છે, ઘટ આદિ પદાર્થ બાહ્ય રૂપમાં પૃથક દેશમાં પ્રતીત થાય છે. આથી જ્ઞાનથી પ્રથ૬ વાદળી પીળા વગેરે જુદા જુદા આકારમાં પ્રતિભાસિત ઘણું બાહ્ય પદાર્થોને અ૫લાપ કરી શકાતો નથી. જે બાહ્ય પદાર્થ પ્રતીત થાય છે તેમની સત્તાને નિષેધ કઈ રીતે કરી શકાય? આપે સ્વમાન જે દાખલે આપ્યા છે તે પણ અનુરૂપ નથી. કારણ કે સ્વમામાં વિપર્યય અને જાગૃત અવસ્થામાં અવિપર્યય જોવામાં આવે છે.
આપના વિધાન મુજબ પ્રમાણ અને પ્રમાણભાસમાં કોઈ અંતર રહેશે નહીં. વસ્તુના સ્વરૂપને ગ્રહણ કરનાર જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણુ છે અને અર્થાન્તરના વિકલ્પ દ્વારા પ્રવૃત્ત થનારા પ્રત્યક્ષપ્રમાણુભાસ છે આ રીતને ભેદ ખાદ્ય પદાર્થનું અસ્તિત્વ સ્વીકાર્યા વગર હોઈ શકે નહિં.
જ્ઞાન બાહ્યા પદાર્થના સ્વરૂપને અનુકરણ કરીને જ સાકાર થાય છે. જે તે બહ્ય પદાર્થનું અનુકરણ ન કરે તે બધા પદાર્થો માટે સમાન હોય છે. આવી સ્થિતિમાં તે ગ્રહણ કરે તે