________________
તત્વાર્થસૂત્રને શક્તિ પોતાના વિશુદ્ધ પરિપૂર્ણ અને સ્વાભાવિક રૂપમાં પ્રગટ થઈ જાય છે. આ વખતે એ કોઈ ય પદાર્થ હોતો નથી કે જે કેવળજ્ઞાન વિષય ન હોય.
ધર્મ, અધર્મ, આકાશ કાળ, પુદ્ગલ અને જીવ આ બધાં દ્રવ્યમાં પ્રતિક્ષણે ઉત્પાદ, વ્યય તથા ધ્રૌવ્ય રહે છે. જે પણ સત્ પદાર્થ છે તે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યાત્મક જ હોય છે. કેઈ વસ્ત્રને વેતવર્ણ નાશ થાય છે તેમાં ત્રણ વર્ણને ઉત્પાદ હોય છે પરંતુ વસ્ત્ર દ્રવ્ય બંને અવસ્થાઓમાં કાયમ રહે છે. આવી જ રીતે પૂર્વ પર્યાયને વિનાશ અને ઉત્તર પર્યાયને ઉત્પાદ થવાથી પણ દ્રવ્ય-પ્રવ–જેવું ને તેવું જ રહે છે. જેમ જીવ દેવ પર્યાય રૂપે ઉત્પન્ન થાય છે, મનુષ્ય પર્યાય રૂપે વિનાશ પામે છે પરંતુ જીવના રૂપે હમેશાં અવસ્થિત રહે છે. આ બધાં પર્યાને કેવળજ્ઞાન સાક્ષાત જાણે છે. આવી જ રીતે આકાશ અને કાળ જેવા અપૂર્વ દ્રવ્ય પણ કેવળજ્ઞાન દ્વારા જાણી શકાય છે. આથી કેવળજ્ઞાન પરિપૂર્ણ સમગ્ર અસાધારણ, નિરપેક્ષ વિશુદ્ધ સર્વભાવને ક્ષાપક, કલેકને વિષય કરવાવાળું અને અનન્ત પર્યાયવાળું છે.
એક-એક યની સ્વ-પર પર્યાની ગણના કરવામાં આવે છે તે અનન્તાનન્ત છે. એવા અનન્તાનન્ત પર્યાયવાળા અનન્તાનન્ત શેય પદાર્થ કેવળજ્ઞાન વિષય છે. એવી સ્થિતિમાં કેવળજ્ઞાનના અનન્તાનન્ત પર્યાય છે, આ સમજવું મુશ્કેલ નથી.
અનુયોગ દ્વારના ૧૪૧માં સૂત્રમાં કહ્યું છે. પ્રશ્ન–ભગવંત ! દ્રવ્ય કેટલા પ્રકારના કહ્યા છે ! ઉત્તર–ગૌતમ ! દ્રવ્ય બે પ્રકારના કહ્યા છે. જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય. ઉત્તરાધ્યયનના અધ્યયન ૨૮ ની આઠમી ગાથામાં કહે છે–
ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને આકાશ એ ત્રણ દ્રવ્યો એક-એક રૂપ છે અને કાળ, પુદ્ગલ તથા જીવ એ ત્રણ દ્રવ્ય અનન્ત-અનન્ત છે. રા
'निच्चावहियाणि अरूपाणि ये મૂળસૂત્રાર્થ-પૂર્વોક્ત દ્રવ્ય નિત્ય, અવસ્થિત અને અરૂપી છેારા
તત્વાર્થદીપિકા–ધર્મ અધર્મ, આકાશ, કાલ, પુદ્ગલ અને જીવ એ છએ દ્રવ્ય નિત્ય અને અવસ્થિત છે. આમાંથી કયારેય પણ કેઈ ન હોય એવું નથી. અર્થાત્ એ હમેશાં રહે છે અને એક દ્રવ્ય બીજા દ્રવ્યના રૂપમાં પરિણત થતું નથી. આમાંથી ધર્મ, અધર્મ આકાશ કાળ અને જીવ એ પાંચ દ્રવ્ય અરૂપી છે અર્થાત રૂપ-રસ આદિથી રહિત છે. આ રીતે છે એ દ્રવ્ય નિત્ય અને અવસ્થિત છે તથા પુદ્ગલ સિવાયના શેષ પાંચ દ્રવ્યો અરૂરી છે. કા
તત્વાર્થનિયંતિ–પૂર્વસૂત્રમાં ધર્માદિ દ દ્રવ્યો કહ્યાં હવે આ દ્રવ્ય શું પિતાના સ્વભાવથી કયારે યુત થાય છે? શું કયારે પણ વધે ઘટે છે ? તેઓ મૂર્ણ છે કે અમૂર્ત? આ ત્રણ પ્રશ્નના સમાધાન માટે કહીએ છીએ
ધર્મ આદિ છે એ દ્રવ્ય નિત્ય અને અવસ્થિત છે નિત્યને અર્થ એ છે કે આ દ્રવ્ય કોઈ વાર પણ પોતપોતાના સ્વભાવને ત્યાગ કરતા નથી અને અવસ્થિતને ભાવ એ છે કે એમની સંખ્યા કયારે પણ વધતી-ધટતી નથી અર્થાત્ આ તમામ દ્રવ્ય અનાદિ નિધન છે અને નિયત સંખ્યાવાળા છે કયારેય પણ પોતાના સ્વરૂપને ત્યાગ કરતા નથી. આમાં પુદ્ગલ સિવાયના પાંચ દ્રવ્યો અરૂપી છે.