________________
ગુજરાતી અનુવાદ વૈક્રિય શરીરનું અને તેના ભેદોનું નિરૂપણ સૂ. ૩૩ ૬૫
આવી જ રીતે ભગવતી સૂત્રના ૧૮માં શતકનાં સાતમાં ઉદ્દેશકમાં કહ્યું છે–
પ્રશ્ન–ભગવંત ! મહાન ઋદ્ધિના ધારક અને ચાવત્ મહેશ આ પ્રકારની આખ્યાવાળા દેવ શું પિતાના એક હજાર રુપની વિયિા કરીને આપસમાં એક બીજા સાથે સંગ્રામ કરવામાં સમર્થ છે?
ઉત્તર–હા, સમર્થ છે.
પ્રન–ભગવંત ! તેના તે એક હજાર શરીર શું એક જ જીવથી યુક્ત છે ? અર્થાત તે હજાર શરીરમાં એક જ જીવ વ્યાપ્ત છે ? અથવા તેઓ અનેક જીવોથી યુકત છે? ભગવંત! તે જેનાં મધ્ય ભાગ એક જીવથી વ્યાપ્ત છે અથવા અનેક જીથી વ્યાપ્ત છે?
ઉત્તર–ગૌતમ! એક જ જીવથી યુક્ત છે, અનેક જીવેથી યુક્ત નથી.
પ્રશ્નન-ભગવંત ! શું પુરુષ પોતાના હાથથી પગથી અગર તલવારથી ને અન્તરોનું વિચ્છેદ કરવામાં સમર્થ છે?
ઉત્તરના આ અર્થ સમર્થ નથી એવું થઈ શકતું નથી. ત્યાં શસ્ત્ર કામ કરતું નથી ૩૩ 'तेयगं दुविहं, लद्धिपत्तय' सहजं च । ॥सू० ३४॥ મૂળસૂત્રાર્થ—તૈજસ શરીર બે પ્રકારના છે—લબ્ધિપ્રત્યય અને સહજ ૩૪
તવાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં ક્રમ પ્રાપ્ત ક્રિય શરીરનું સ્વરૂપ બતાવવામાં આવ્યું હવે પ્રસંગથી પ્રાપ્ત તેજસ શરીરનું સ્વરૂપ દર્શાવવા માટે કહીએ છીએ.
તેજસ અર્થાત તેજથી ઉત્પન્ન કરેલાં શરીરના પ્રકાર બે છે-લબ્ધિપ્રત્યય અને સહજ
વિશિષ્ટ પ્રકારની તપસ્યાથી ઋદ્ધિથી પ્રાપ્તિ થવી લબ્ધિ છે. આ લબ્ધિ જે શરીરનું કારણ હોય તે શરીર લબ્ધિપ્રત્યય કહેવાય છે. સહજને અર્થ થાય છે સ્વાભાવિક આવી રીતે તેજસ શરીરના બે ભેદ છે-નિઃશરણાત્મક અને અનિઃશરણુંત્મક કેઈ ઉગ્ર ચારિત્રવાળે સાધુ કોઈનાથી અપમાનિત થવાથી જ્યારે ગુસ્સે થાય છે ત્યારે તેની ડાબી ભુજાથી તેજસ શરીરે જીવના પ્રદેશની સાથે બહાર નિકળે છે. તે પ્રજવલિત અગ્નિના પુંજ જેવું હોય છે. તે જેને બાળવું છે તેને ઘેરીને રહી જાય છે. જ્યારે ત્યાં લાંબા સમય સુધી રોકાય છે તે તે બાળવા ગ્ય વસ્તુને ભસ્મીભૂત કરી નાખે છે.
એવી રીતનું તેજસ શરીર નિશરણાત્મક કહેવાય છે. બીજુ જે અનિશરણાત્મક તૈજસ શરીર છે તે દારિક, વૈકિય અને આહારક શરીરની અંદર રહે છે અને ત્રણે શરીરની દીપ્તિનું કારણ હોય છે. ૩૪
તવાથનિર્યુકિત–તેજોમય અથવા તેજનું પિંડ તૈજસ શરીર બે પ્રકારનું કહેવામાં આવ્યું છે-લબ્ધિપ્રત્યય અને સહજ વિશિષ્ટ પ્રકારનાં તપથી જે શક્તિ ઉત્પન્ન થાય છે તે લબ્ધિ કહેવાય છે. તેના નિમિત્તથી ઉત્પન્ન થનાર શરીર ને લબ્ધિ પ્રત્યય તેજસ શરીર કહેવામાં