SearchBrowseAboutContactDonate
Page Preview
Page 707
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થ સૂત્રના પેાતાનું ફલ પ્રદાન કરવા માટે ઉન્મુખ, ઉદયમાં આવેલા કમ ના અવયવ જીવાત્માના અવયવસચાગને શિથીલ કરીને અંદર પ્રવેશ કરી જાય છે. જીવ અને કર્મીના પરસ્પર મિશ્રણ રૂપ પ્રવેશ બન્ધના કારણે જીવ કર્મની સાથે એકરૂપ થઈ જાય છે. તે લેાઢાના પિન્ડાની જેમ ભિન્ન થતા નથી. ૨૦ સારાંશ એ છે કે જેમ દૂધ અને પાણી એકબીજામાં મળી જવાથી અલગ--અલગ પ્રતીત થતાં નથી તેવી જ રીતે આત્મા અને કમ એક મેક થઈ જાય છે તેા અને પૃથ-પૃથક્ જણાતા નથી; તા પણ ઉપયોગ રૂપ લક્ષણ ના કારણે જીવ પાતાની સાથે આવેલા કર્માંદળાથી પૃથક્ ઓળખાય છે. ઉપયાગની અવસ્થામાં કર્મ પુદ્ગલાના ચૈતન્ય રૂપથી પરિણતી થતી નથી આથી જીવ પણામાં સમાન રૂપથી મળતાં ચૈતન્ય, ઉપશમ, ક્ષય અને ક્ષયાપશમથી ઔપમિક ક્ષાયિક ક્ષાર્યપામિક ભાવથી તથા કર્મોદયના વશથી કલુષિત આકારથી પરિણત જીવપર્યાયની વિવક્ષામાં જીવના સ્વરૂપ હેાય છે. ભવત્ અર્થાત્ થવાને “ભાવ” કહે છે. અહી' ભાવમાં ઘઝ પ્રત્યય થયેા છે. એવી રીતે જીવ ભવન રૂપ પિરણામને ભાવ કહે છે. દ્રવ્યાદિનું નિમિત્ત મેળવીને કર્મોના ફળની પ્રાપ્તિ થવી ઉદય કહેવાય છે જેમ પાણીમાં કાદવનું આવવું તેમ કર્મીના ઉદયથી ઉત્પન્ન થનાર ભાવ ઔયિક ભાવ કહેવાય છે. કમની કિતનુ આત્મામાં કારણવશાત્ દખાઈ રહેવું ઉપશમ છે, જેમ ફટકડી આદિ દ્રબ્યાના સંચાગથી પાણીમાં કચરા નીચે બેસી જાય છે. કર્મોની આત્યન્તિક નિવૃત્તિને ક્ષય કહે છે, ક્ષય અને ઉપશમના મિશ્રણને ક્ષાયેાપશમ કહેવાય છે. જેવી રીતે કુવામાં રહેલા પાણીમાં કાદવની ઘેાડી ક્ષીણતા અને થાડી અક્ષીણતા હેાય છે. દ્રવ્યનું સ્વાભાવિક રૂપ પરિણામ કહેવાય છે. કર્મના વિપાકનું પ્રકટ થવું ઉર્જાય છે અને ઉદયથી ઉત્પન્ન થનારા ભાવને ઔયિક ભાવ કહેવામાં આવેલ છે. જેમ અગ્નિને રમ્યાથી ઢાંકી દઇએ તે તેની શક્તિ પ્રકટ થતી નથી તેવી જ રીતે કર્મીની શકિતનુ' દખાયેલ અવસ્થામાં રહેવું ઉપશમ કહેવાય છે અને ઉપશમથી ઉત્પન્ન થનારો ભાવ ઔપમિકભાવ છે. આ પણ જીવની એક અવસ્થા છે. આવી જ રીતે કર્માંના ક્ષયથી ઉત્પન્ન થનારા ભાવ ક્ષાયિક અને ઉપશમથી ઉત્પન્ન થનારા ભાવ ક્ષાયે પામિક અને આત્માનું પરિણામ જ પારિણામિક ભાવ છે. પિરણામ જેનુ પ્રત્યેાજક હાય અથવા પરિણામથી જે ઉત્પન્ન થાય તે પારિણામિક ભાવ એમ સમજવુ ન જોઈ એ હકીકતનાં પારિણામિક ભાવ તેજ કહેવાય છે. જે કોઈપણ કર્માંના ઉદય ક્ષય, ક્ષયાપશમ અગર ઉપશમની અપેક્ષા રાખતા નથી--બલ્કે સ્વભાવથી જ હેાય છે. પારિણામિક કર્મના નિમિત્તથી માનવામાં આવે તે જીવવ, ભવ્યત્ત્વ અને અભવ્યત્ત્વ સમ્યગ્દર્શન આદિની જેમ સાદિ થઈ જશે. પરિણામ જેનું પ્રયાજન હેાય તે પારિણામિક ભાવ છે એવી વ્યુત્પત્તિ માની લઈએ. તે તેનાથી પહેલી અવસ્થામાં જીવનાઅભાવ હેાવાથી તેની આદિ થઈ જશે એવી જ રીતે પિરણામથી ઉત્પન્ન થનારા ભાવને જો પારિણામિક ભાવ માનીએ તેા ઉત્પત્તિથી પહેલા તેની અનુત્પત્તિ માનવી પડશે કારણ કે જે ઉત્પન્ન થતું નથી તેની જ અનુત્પત્તિ હેાય છે. આમ માનવાથી પણ પૂર્વોત દોષની પ્રાપ્તિ થાય છે. આ જ વાત ભવ્યત્ત્વ અને અભન્યત્ત્વતા વિષયમાં પણ સમજવી જોઇ એ.
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy