SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ જીવના બે ભેદનું કથન સૂ. ૪ संसारिणो मुत्ताय મૂલાઈ–ઝવ બે પ્રકારના છે. સંસારી અને મુક્ત છે ૪ તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં સંસારી જીના સમનસ્ક તથા અમનસ્ક એ બે ભેદ જોઈ ગયા હવે સામાન્ય જીવેના બે ભેદ કહીએ છીએ-સંસારી અને મુક્ત. સંસરણ એટલે સંસાર. અર્થાત્, જેના કારણે જીવ એક ભવથી બીજા ભવમાં ગમન કરે છે તે જ્ઞાનાવરણ વગેરે આઠ કર્મ સંસાર કહેવાય છે. તે આઠ કર્મ આ પ્રમાણે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ ગોત્ર અને અન્તરાય. આ રીતે સંસારમાં ભ્રમણ કરવાવાળા જીવ સંસારી કહેવાય છે. ક્રોધ, માન, માયા, લેભ વગેરે કષાય અથવા બળવાન મેહ રૂપ સંસાર જેમનામાં વિદ્યમાન છે તેઓ સંસારી કહેવાય છે. જેઓ આ પ્રકારના સંસારથી છૂટી ગયા હોય તે મુક્ત કહેવાય છે. સમસ્ત કર્મોથી રહિત જીવ સંસારથી મુક્ત રહેવાના કારણે મુક્ત કહેવાય છે. અથવા દ્રવ્યપરિવર્તન, ક્ષેત્રપરિવર્તન, કાલ પરિવર્તન ભવપરિવર્તન અને ભાવપરિવર્તન, આ પાંચ પ્રકારના પરિવર્તન રૂપ સંસારથી યુક્ત જીવ સંસારી કહેવાય છે અને જે એનાથી મુક્ત થઈ ગયા છે તે મુક્ત જીવો કહેવાય છે. ' આ પૈકી દ્રવ્યપરિવર્તન બે પ્રકારનાં છે-કર્મ દ્રવ્યપરિવર્તન તથા ને કર્મ દ્રવ્યપરિવર્તન એક સમયમાં એક જ જ્ઞાનાવરણ આદિ આઠ કર્મોનાં જે પુદ્ગલેને ગ્રહણ કર્યા તે કર્મ પુદ્ગલ એક સમય વધુ આવલિકાને ત્યાગ કરી બીજા સમયમાં નિજીર્ણ થઈને તેજ પૂર્વોક્ત કમથી તે જીવના કર્મરૂપમાં પ્રાપ્ત થાય છે. એટલે સમય દ્રવ્યકર્મ પરિવર્તન સમજે. એક જીવે ઔદારિક વૈક્રિય આહારક એ ત્રણ શરીરે તથા છ પર્યાપ્તિએને અનુરૂપ જે પુદ્ગલેને એક સમયમાં ગ્રહણ કર્યા હોય તે પુદ્ગલે સ્નિગ્ધ રૂક્ષ વર્ણ, ગંધ રસ તીવ્રતામન્દતા અગર મધ્યમ રૂપથી સ્થિત થયા. ત્યારબાદ બીજા વગેરે સમયમાં નિર્જરાને પામેલા, નહીં ગ્રહણ કરેલા મિશ્ર તથા ગૃહીત પુદ્ગલેને અનંત વાર છેડીને તેજ રીતે, તે જીવના, જેટલા કાળમાં ને કમપણને પ્રાપ્ત થાય છે તેટલે કાળ ને કર્મવ્યપરિવર્તન કહેવાય છે. આજ રીતે ક્ષેત્રપરિવર્તન વગેરે માટે પણ સમજી લેવું જોઈએ. સૂઇ જા તત્વાર્થનિર્યુકિત–પૂર્વસૂત્રમાં સમનસ્ક તથા અમનચ્છના ભેદથી જીવના બે ભેદોનું પ્રતિપાદન કરવામાં આવ્યું હવે એ જ જીવના બીજા પ્રકારથી ભેદ બતાવવામાં આવે છે. અગાઉ કહેલ ઉપગ લક્ષણવાળા જીવ સંક્ષેપથી બે પ્રકારના છે–સંસારી અને મુક્ત. જેના કારણે આત્માનું સંસરણ અર્થાત્ એક ભવથી બીજા ભવમાં ગમન થાય છે–તે આઠ કર્મ સંસાર કહેવાય છે. કર્મ આઠ પ્રકારના છે-જ્ઞાનાવરણીય, દર્શનાવરણય. વેદનીય, મેહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય. જે છે આવા સંસારને વશીભૂત છે, તેઓ સંસારી કહેવાય છે. અથવા–બળવાન મેહ રૂપ સંસારવાળા જીવ સંસારી કહેવાય છે અથવા–નારક આદિ અવસ્થા રૂપ સંસારવાળા જીવ સંસારી કહેવાય છે. જે છે આ પ્રકારના સંસારથી નિવૃત્ત થઈ ગયા હોય તે મુક્ત કહેવાય છે અર્થાત સમસ્ત કર્મોથી રહિત જીવ સંસારથી મુકત કહેવાય છે.
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy