________________
૩૨૪
તત્વાર્થસૂત્રને હેવાથી ક્ષેત્ર પૂર્વ અપર આદિ ભાગોમાં વિભક્ત છે તેમ છતાં સામાન્ય રૂપથી એક જ છે જમ્બુદ્વીપમાં એક ધાતકીખડ દ્વીપમાં બે તથા પુષ્કરાર્ધમાં બે વિદેહ હેવાના કારણે પંચમહાવિદેહ ક્ષેત્ર કહેવામાં આવે છે.
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિના ચોથા વક્ષસ્કારમાં કહેવામાં આવ્યું છે—જબૂઢીપ નામક દ્વીપમાં મન્દર પર્વતથી ઉત્તર તથા દક્ષિણ દિશામાં બે વર્ષ કહેવામાં આવ્યા છે—હેમન્ત અને હરણ્યવત હરિવર્ષ અને રમ્યકવર્ષ દેવકર અને ઉત્તરકુરુ તેમાં એક પલ્યોપમની સ્થિતિ કહેલી છે, બે પલ્યોપમની સ્થિતિ તથા ત્રણ પલ્યોપમની સ્થિતિ કહી છે
પ્રશ્ન–ભગવાન મહાવિદેહમાં મનુષ્યોની કેટલી સ્થિતિ કહી છે ?
ઉત્તર–ગૌત્તમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત પ્રમાણ અને ઉત્કૃષ્ટ કરડ પૂર્વનું આયુષ્ય કહેલું છે ૩૦ છે
'धायइसंडे पुक्खरद्धेय दो दो वासकुराय' સૂવાથધાતકીખડ અને પુષ્કરાર્ધમાં બે-બે વર્ષ અને બે-બે કુરુ છે . ૩૧
તત્વાર્થદીપિકા–પહેલા જમ્બુદ્વીપમાં ભરત, હૈમવત હરિવર્ષ, મહાવિદેહ, રમ્યકવર્ષ, હૈરણ્યવત અને એરવતવર્ષ એ સાત વર્ષોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે હવે એ નિરૂપણ કરીએ છીએ કે ધાતકીખડ અને પુષ્કરાર્થમાં ભારત આદિ ક્ષેત્ર બે-બે-છે–
ધાતકીખડ દ્વીપમાં તથા પુષ્કરાર્ધદ્વીપમાં ભરત આદિ પ્રત્યેક ક્ષેત્ર બે-બે છે આથી ત્યાં સાતને બદલે ચૌદ–ચૌદ ક્ષેત્ર હોય છે. કુરુ મહાવિદેહામાં જ હોય છે આથી જબૂદ્વીપના દેવકર અને ઉત્તરકુરુ સિવાયના ચાર દેવકુરુ અને ચાર ઉત્તરકુરુ ધાતકીખડ અને પુષ્કરાર્ધમાં છેઆ રીતે જમ્બુદ્વીપમાં ભારત આદિ ક્ષેત્ર એક–એક છે ધાતકીખડમાં બબ્બે છે જ્યારે પુષ્કરાર્ધમાં પણ બે-બે છેઆ બધાં મળીને પાંચ-પાંચ હોય છે. મેરૂ પર્વત પણ પાંચ-પાંચ છે. મહાવિદેહમાં દેવકુરુ અને ઉત્તરકુરુ પણ પાંચ-પાંચ જ હોય છે .૩૧
તત્વાર્થનિર્યુક્તિ-જબૂદ્વીપમાં સાત ક્ષેત્ર સંબંધી અગાઉ કથન કરવામાં આવી ગયું છે એટલું જ નહીં પણ જમ્બુદ્વીપમાં એક-એક ભરત આદિ ક્ષેત્ર છે એ પણ બતાવી દેવાયું છે. હવે એવું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે કે ધાતકીખડ અને અર્ધ પુષ્કર દ્વીપમાં ભરત આદિ ક્ષેત્ર બે-બે છે.
ધાતકીખરડ અને પુષ્પરાધ ક્ષેત્રમાં ભારત આદિ વર્ષ બે-બે છે. કુર માત્ર પાંચ મહાવિદેહમાં જ છે, આથી જમ્બુદ્વીપના મહાવિદેહને બાદ કરતાં બાકીના ચાર મહાવિદેહ છે જેમાં ચાર દેવકુરુ છે અને ચાર ઉત્તરકુરુ છે આ રીતે બંને કુરુ મળીને ધાતકીખડ અને પુષ્પરાધ ક્ષેત્રમાં આઠ કરૂ છે જમ્બુદ્વીપના બંને કુરૂ ભેગા કરવામાં આવે તે એમની સંખ્યા દશ થઈ જાય છે—પાંચ દેવકુફ અને પાંચ ઉત્તર કરૂ.
દક્ષિણ અને ઉત્તરમાં લાંબા પિતાના છેડાઓથી લવણોદધિ અને કાલોદધિ સમુદ્રોને સ્પર્શ કરનારા બે ઈષકાર પર્વતોથી ધાતકીખડ દ્વીપ પૂર્વ અને પશ્ચિમમાં વિભક્ત થયેલો છે. આના પૂર્વ ભાગમાં તથા પશ્ચિમ ભાગમાં એક-એક મેરુ પર્વત છે.