________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વર્ગસ્થ શ્રી સુધીરભાઈની જીવનઝરમર
સ્વર્ગથ શ્રી સુધીરભાઈને જન્મ સંવત્ ૨૦૦૭ ના માગશર સુદી છે તા. ૧૫ મી ડિસેમ્બર સને ૧૯૫૦ને શુક્રવારે થયેલ હતું. તેઓશ્રીના પિતાશ્રીનું નામ શ્રી. જયંતીલાલ હરીલાલભાઇ ઝવેરી છે, તેઓશ્રી પાલનપુરના વતની છે ને હાલમાં મુંબાઈમાં ઝવેરાતને ધ ધ કરે છે. જયન્તીલાલભાઈને બે પુત્ર રને હતા, એક વ સુધીરભાઈ ને બીજા શ્રી મનોજભાઈ તે પૈકી સુધીરભાઈ વ. થવાથી હવે તેઓશ્રીને એક જ પુત્ર રત્ન છે.
સ્વ. સુધીરભાઈએ મેટ્રિક પાસ કરી કોલેજમાં સારો ટાઈમ અભ્યાસ કર્યો હતે. કેલેજને અભ્યાસ જરૂર પુરતે કરી, તેમણે પિતાશ્રીના ઝવેરારાતના ધંધામાં પ્રવેશ કર્યો હતો. તેઓ શ્રી ધંધાર્થે ખાસ કરીને નવસારી રહેતા હતા. ફક્ત બેજ વર્ષમાં તેઓશ્રીએ ધંધામાં ખૂબ સારી પ્રગતિ કરી હતી.
સ્વ. શ્રી સુધીરભાઈ સવભાવે ખૂબ હસમુખાને શાન્ત સ્વભાવે હતા. તેઓ તેમની મીલનસાર પ્રકૃતિને લીધે જેના તેના સંબંધમાં આવતા તેઓનાં દીલ સહેલાઈથી જીતી લેતા.
એક દીવસ નવસારીથી થોડેક દૂર મોટરમાં ફરવા ગયેલા ને ઉભરાટ ગામે રસ્તામાં મોટર એકસીડેન્ટ થતાં તેઓ બેભાન થઈ ગયા હતા. તેઓ સહેજ ભાનમાં આવતાં માંદગીમાં પણ નવકાર મંત્રનું જ સ્મરણ કરતા હતા. પંચ પરમેશ્વરનું નામ દેતા હતાં, તેઓશ્રીનું ભાન ગયું તે ફરીથી આવ્યું જ નહિ, ને ધાર્મિક ભાવનાથી દેહ છે.
મટર એકસીડન્ટ થશે ત્યારે તેમનાં માતા પિતા પાલનપુર હતાં ને પાલનપુરથી તેઓ બને આવ્યા ત્યારે પણ ભાઈ સુધીરભાઈ બેભાન અવસ્થામાં જ હતા.
સ્વ. સુધીરભાઈને તેમના અંતીમ કાળે તેઓશ્રીના માતા પિતા સાથે વાત ચીતને લાભ નજ મળે, તેનું દુઃખ હજી પણ તેઓને ખેંચે છે, પરમ કૃપાળુ પરમાત્મા, રવ. સુધીરભાઈના પવિત્ર આત્માને પરમ શાંતિ આપે એજ અભ્યર્થના.
શાન્તિઃ શાન્તિઃ
For Private And Personal Use Only