________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંઘે ગુરૂશ્રીને સારે સત્કાર કર્યો હતે. આ શહેરમાં પ્રાચીન ચાર દહેરાશરે છે. તેમાં મૂખ્ય મંદિર અતીવ મનહર ચિતાકર્ષિત સાધ્યશિખરી શ્રી નવખંડા પાર્શ્વ પ્રભુનું છે. મુળ નાયક પાર્વપ્રભુની મુર્તિ સ્યામ પાષાણુની અને ચમત્કારીક છે. તેની પ્રતિષ્ઠા સંવત ૧૧૬૮ માં શ્રીમાલી નાણાવટી હરૂએ કરાવેલ છે. નવખંડા પાશ્વનાથજીને વિશેષ હાલ તિથલી આદિ પુસ્તકથી જાણ. અહીંયાં સંઘવણ તરફથી સ્વામિવાલ, પૂજા, પ્રભાવનાદિ કરવામાં આવ્યાં હતાં. અતરે સંઘની પેઢી છે. યાત્રાળુઓને પેઢી તરફથી ભાતું આપવામાં આવે છે. પ્રતિમાજી ચમત્કારી હેવાથી ઘણા યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે. ઢિમાં સંઘવણાદિ યાત્રાળુઓએ સારી રકમ આપી હતી. બાદ અખવાડા થઈ ભાવનગર પધાર્યા.
ભાવનગરમાં શ્રીમાન શેડ કેટાવાળાની કડીમાં આવેલી ધર્મશાળાના વિશાળ હેલમાં સ્થિીરતા કરી હતી. સંઘ પણ અતરેજ ઉતર્યો હતે. વાડીમાં યુગાદિ દેવ શ્રી આદીશ્વર ભગવાનનું ભવ્ય દહેરાશર છે. અતરે સંઘ તરફથી પૂજા, અંગ રચનાદિથી પ્રભુની ભકિત કરવામાં આવી હતી. ત્યાં ત્રણ દિવસ સ્થિરતા કરી જૈન દહેરાશરોનાં દર્શન તથા શહેરની અંદર રહેલી શ્રી આત્માનંદ જૈન ધર્મ પ્રચારક સભા, શ્રી યવિજય જૈન ગ્રંથમાલા આદિ ધાર્મિક સંસ્થાઓનું પણ નિરિક્ષણ કર્યું હતું. વહેપારાદિની જાહોજલાલીથી ચડતી દશા હેવાથી આ શહેર કાઠીઆવાડમાં પહેલા નંબરનું ગણાય છે.
For Private And Personal Use Only