________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થના ઉદ્ધારના માટે વિશેષ ઉપદેશ શ્રી નેમિસૂરીજનો છે. દહેરાશર સિવાય બીજાં પણ ગુફાઓ, જળાશયાદિ બહુ દર્શનીય સ્થળે આવેલાં છે. આ પહાડ શ્રી સિધ્ધગિરિની આઠમી ટુંક હોવાથી સિધ્ધગિરિની યાત્રાએ આવતા ભાગ્યેજ કોઈ દર્શનથી વંચિત રહેતા હશે અર્થાત્ અસંખ્ય શ્રાવક શ્રાવિકાઓ તાલાજગિરિની યાત્રા કરીને પિતાની સંસાર યાત્રા સફળ કરે છે. ઇહાં નાના પ્રકારના પ્રાચીન તથા સ્વકીયે બનાવેલ સ્તુતિ તેત્ર સ્તવનાદિથી સૂરિજી મહારાજ આદિ મુનિવરોએ ગિરિરાજની સ્તવના કરી હતી જેને પુસ્તકને પાછલા ભાગમાં સંગ્રહ કરવામાં આવે છે. અતરે શ્રાવકનાં ઘર પર છે. શહેરમાં ચાર મંદીર, બે ઉપાશ્રય અને ચાર ધર્મશાલાઓ છે. અતના આગેવાન શેઠ કેશવજી ઝુઝાભાઈ છે. પેઢીના પ્રમુખ પણ તેઓજ છે. તેઓની ધાર્મિક લાગણી પ્રશંસનીય છે. ક્રિયાપાત્ર તથા જ્ઞાની પુરૂના પૂર્ણ ભક્ત છે. અતરેથી સંઘ સહ “ત્રાપસ” પધાર્યા. ત્યાંના સંઘે સંઘનું સારૂં સન્માન કર્યું હતું. અહિં એક દહેરાશર, એક ઉપાશ્રય તથા યાત્રાળુઓ માટે સારી સવડતાવાળી એક ધર્મશાળા છે.
–તાલધ્વજથી ઘોઘા તથા ભાવનગર પધારવું–
અહિંથી તણસા, વાડી, કેલીયાવાડ આદિ ક્ષેત્રની સ્પર્શના કરતા શ્રી ઘોઘા બંદર પધાર્યા. આ શહેર પ્રાચીન છે. પ્રથમ તે રાષ્ટ્રના વહેપારનું કેન્દ્ર સ્થાન હતું. હાલમાં શહેરની સ્થિતિ નબળી છે. અર્થાત્ પ્રથમના જેવી જાહેરજલાલી હાલમાં નથી. શહેરને લગતાજ ત્રણે બાજુ દરીયે આવેલું છે. અતરેના
For Private And Personal Use Only