________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવાન મહાવીર પાસે દીક્ષા લઈ સંયમ રમણીને
સાધી સર્વાર્થસિદ્ધવિમાનના સ્વામિ બન્યા ! (૧૩) ધન્ય છે રાજપુત્રી ચંદનબાલાને કે જેણએ ભગવાન
મહાવીરને પાંચ મહિના અને પચીસ દિવસના નિર્જલ ઉપવાસનું પારણું અડદના બાકુલા વહા
રાવી કરાવ્યું ! (૧૪) ધન્ય છે ચંદનબાલા આર્યાની શિષ્યા મૃગાવતીજીને
કે જેણએ પિતાના અલ્પ પણ પ્રમાદની તીવ્ર નિંદા
કરતાં કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું ! (૧૫) અહો ! ધન્ય છે જંબુસ્વામિને કે જેઓએ ઉગતી
યુવાનીમાં નવ્વાણુ કરેડ સેનામહોરને અને આઠ રૂપવંતી ગુણવંતી નવેઢા સ્ત્રીઓને તત્કાળ ત્યાગી બાલબ્રહ્મચારી બની સુધર્માસ્વામિ ગણધર પાસે ચારિત્ર
લઈ ચરમકેવલી બન્યા ! (૧૬) ધન્ય છે જંબુસ્વામિના પટ્ટધર પ્રભવસ્વામિને કે જેઓ
સંસારીપણામાં પાંચસો રે સાથે જંબુસ્વામિના શયનગૃહમાં ચેરી કરવા આવેલા એવા તેઓએ
રત્નત્રયીની ચેરી કરી કર્મચારને જ જપ્ત કરી દીધો! (૧૭) ધન્ય છે આર્ય રક્ષિત સૂરિજીને કે જેઓએ પિતાની
જનેતાને ખુશ કરવા ખાતર ઉગતી યુવાનીમાં સમસ્ત સાંસારિક સુખનું બલિદાન આપી દઈ સાડાનવપૂર્વે ભણીને જૈનશાસનના શણગાર બની માતાની આશા પૂર્ણ કરી!
For Private and Personal Use Only