________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦ અપરાવર્તમાન છે. તે એક સાથે બંધાય, તે આ પ્રમાણે = ૫ જ્ઞાનાવરણીય, ૯ દર્શનાવરણીય, ૫ અંતરાયની, ૧૯ મેહની, ૧૨ નામકર્મની. ૫–૮–૧–૧૯-૧૨= ૫૦. ઉદયમાં પરાવર્તમાન ૮૭ પ્રકૃતિ છે, તેમાં ઉપર બતાવેલી ૭૦ માંથી સ્થિરસ્થિર, શુભાશુભ ૪ બાદ કરતા બાકી ૬૬ તેમાં નિદ્રા ૫. કષાય ૧૬, મેલવતા ૮૭ થયા. જોડકામાંથી વારા ફરતી એક ઉદયમાં આવે. બાકી ૩૩ અપરાવર્તમાન છે. ધવબંધી પ્રકૃતિ ૪૭ છે. પજ્ઞાનાવરણીય, હ દર્શનાવરણીય, ૧૬ કષાય, ૧ મિથ્યાત્વ, ૧ ભય, ૧ જુગુપ્સા, ૪ વરણ, ૨ કામણ અને તેજસ્ શરીર, ૧ અગુરૂ લઘુ, ૧ નિર્માણ ૧ ઉપઘાત= ૫–૯–૧૬. ૪–૮–પ= ૪૭ ધૃવપ્રકૃતિ છે.
એક ભાઈ સાતા વેદનીય કર્મ ભેગવી રહ્યા છે ત્યારે અચાનક કેઈ નુકશાનીના ખબર સાંભળે અથવા કેઈ અંગત નેહી કે સંબંધીનું મરણ સાંભળે તે વખતે એકદમ બેચેન બની જાય, દુઃખમાં ડુબી જાય, ત્યારે શાતા વેદનીય કર્મ પણ અશાતા વેદનીય બની જાય. તેમજ એક ભાઈ બહુ દુઃખી હોય, રેગથી પીડાતો હોય, દરદ સહન ન થતું હોય તેવા વખતે અચાનક બે પાંચ લાખ રૂપિયાની લોટરી લાગ્યાના સમાચાર સાંભળતાં જ અધું દુઃખ ભૂલી જાય. આનંદમાં આવી જાય. દુઃખ તો થતું જ હોય છતાં હૃદયમાં આનંદ રહેવાથી દુઃખ જણાય નહિ. તે વખતે અશાતાવેદનીય શાતામાં ફેરવાઈ જાય છે. એના જેવું જ સંકમણ કહેવાય. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ભવનું નિમિત્ત પામીને સુખ દુઃખમાં પલટો થાય છે. આ તો દાખલ પુરતી જ વાત છે. બાકી અધ્યવસાયના જોરે સજાતિય પ્રકૃતિમાં સંક્રમણ થાય છે. આ સંકમણ કરણમાં અમુક અપવાદ પણ છે. આયુકર્મની ચારે ઉત્તર
For Private and Personal Use Only