________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ ધ થયા પછી પણ કર્મમાં અનેક જાતના ફેરફાર થાય છે. કર્મબંધ થતી વખતે જ એ વસ્તુ નિશ્ચિત થાય છે કે આ કર્મ કેવા સ્વભાવે, કેટલા સમય પુરતું, કેવા રસ પૂર્વક અને કેટલા દલિક પ્રમાણમાં ઉદયમાં આવશે. જે કર્મનિકાચિત બંધાયું હોય તે તેની આ બાબતોમાં કંઈ પણ પરાવર્તન કે કંઈ પણ ફેરફાર થઈ શકતું નથી. એટલે ઉદયકાલે બરાબર એ જ રીતે ઉદયમાં આવીને તે પિતાનું ફળ બતાવે છે. પરંતુ જે કર્મો નિકાચિત નથી પણ અનિકાચિત છે તે ઉદયમાં આવે તે પહેલાં તેમાં કેટલાક ફેરફાર થાય છે, થઈ શકે છે, અને તે બાબત સમજવામાં બાબર આવે માટે જ કરણોનો વિષય જાણવા જેવું છે. કરણ આઠ છે. નામ પ્રમાણે તેના કામ છે. આ કર્મને પ્રપંચ એ આઠ કરણો ઉપર જ ટક્યો છે, કર્મ ઉદય વેલાં તેમાં આઠ કારથી ફેરફારી થાય છે, એ કરણોના નામ, તેના કામ નીચે મુજબ છે.
૧. બંધનકરણ–તેનાથી કર્મબંધ થાય છે. ૨. નિધત્તકરણ તેનાથી નિધત્તકર્મ બંધાય ૩. નિકાચનાકરણ તેનાથી નિકાચિતકર્મ બંધાય. એ ત્રણે કરણો કર્મબંધ થતી વખતે જ હોય છે. ૪. સંક્રમણુકરણ તેનાથી કર્મને સંક્રમણ થાય છે. ૫. ઉદ્વર્તનાકરણ તેનાથી કર્મોની સ્થિતિ ને રસ વધે છે. ૬. અપ્રવર્તી નાકરણ, તેનાથી કર્મોની સ્થિતિ ને રસ ઘટે છે. ૭. ઉદીરણુકરણ તેનાથી કર્મની ઉદીરણું થાય છે. ૮. ઉપશમનાકરણથી કર્મો ઉપશાંત રહે છે. આ આઠ કરણ ઉપર જ કર્મનો પ્રપંચ ટકી રહ્યો છે.
કર્યા કર્મ ભેગવવા વિના છૂટકે નથી. તે નિકાચિત બંધવાલા કર્મને અંગે સમજવાનું છે. બદ્ધ અને ધૃષ્ટ બદ્ધ વાળા કર્મોમાં
For Private and Personal Use Only