________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર
યોગશાસ્ત્રમાં કહ્યું છે કે મિથ્યાત્વ પરમારાગા, મિથ્યાત્વ’પરમતમાં, મિથ્યાત્વં પરમઃ શત્રુ, મિથ્યાત્વ' પરમ વિષમ ॥૧॥ અદેવેદેવ બુદ્ધિર્યા, ગુરુધીર ગુરૌચયા, અધમે ધર્મ બુદ્ધિશ્ર, મિથ્યાત્વ તદ્વેિષ યાત્ ॥૨॥
મિથ્યાત્વ એ એક પ્રકારના દૃષ્ટિવિપર્યાસ છે. તેના લીધે જીવ અધમ ને ધર્મ માની લે છે. અને ધર્મને અધમ માને છે. સાચા માને ખાટા માર્ગ, અને ખાટાને સાચા માર્ગ માને છે. જીવને અજીવ ને અજીને જીવ માને છે. સાધુને અસાધુ ને અસાને સાધુ માનીલે છે. મુક્તમાં અમુક્ત ને અમુક્તમાં મુક્ત, ધારી લે છે. આથી તેનું કે ધન ચાલુ જ રહે છે, અને ભયંકર ભવસમુદ્રના પાર કરી શકાતા નથી, મિથ્યાત્વનું પ્રતિપક્ષી સમ્યકત્વ છે, તેની પ્રાપ્તિ થાય તાજ મિથ્યાત્વ હઠે, તેથી મુમુક્ષુઓએ સમક્તિની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહેવાનુ છે.(૨) અવિરત જેમાં વિરતિનહોય તે અવિરતિ કહેવાય છે. વિરત એટલે વ્રત નિયમ, ત્યાગ, પ્રત્યાખ્યાન. જે આત્મા કોઇ પણ પ્રકારનુ તલે છે, નિયમ ધારણ કરે છે, તે વિરતિમાં છે. તે સિવાયના અવિરત ગણાય છે, અવિરતિના કારણે આત્મા પાંચ ઇંદ્રિય અને છઠ્ઠા મનદ્વારા વિષય સુખમાં તલ્લીન બને છે. અને છ કાયના જીવાની હિંસા આચરે છે, તેથી અવિરતિને કંબંધનું કારણ મનાય છે. બારણાં બંધ ન કર્યા હોય તેા ઘરમાં કચરા આવ્યા જ કરે, તેમ જે આત્માઓએ કોઇ પણ પ્રકારના વિરતિભાવ ધારણ ન કર્યા હાય તેને કમ લાગતા જ રહે, વળગતા જ રહે તે દેખીતુ છે. સાધુ મહાત્માએ રાજ વ્યાખ્યાનવાણી સાંભળાવે છે, અને કંઇક પણ વ્રત, નિયમ, ત્યાગ, પચ્ચખ્ખાણુ કરવાનું કહે છે. તેનુ રહસ્ય
For Private and Personal Use Only